નશાનો કારોબાર: 12 કિલો ગાંજા સાથે રીક્ષા ચાલક પકડાયો

0
372

જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં એક સીએનજી રિક્ષાને આંતરી લઈ એસઓજી પોલીસે બાર કિલો ગાંજો પકડી પાડ્યો છે. પોલીસે આ શખ્સ પાસેથી 12 કિલો ગાંજો કબ્જે કરી નશીલા નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે કવાયત શરૂ કરી છે.

ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરીણામલક્ષી કામગીરી કરવા પોલીસ મહાનિર્દેશકની સુચનાને અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જામનગર જીલ્લામાં આ બાબતે કડક કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવતા એસઓજી પોલીસ સક્રિય થઈ હતી.
એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા ના માર્ગદર્શન તથા સુચના એસ.ઓ.જીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ખાનગી બાતમી હકિકત મળેલ કે અસપાક ઉર્ફે બાહુમામા હુશેનભાઇ માડકીયા રહે ખોજાનાકા જામનગર વાળો પોતાની જીજે 1 એવી 1831 નંબરની સીએનજી રીક્ષા લઇને ગાંજાના જથ્થા સાથે ગુલાબનગરથી પસાર થવાનો હોવાની બાતમી મળી હતી.

જેના આધારે સમગ્ર સ્ટાફે રેઇડ કરી હતી. જેમાં આ શખ્સની રિક્ષાની તલાસી લેતા રીક્ષામાંથી રૂપિયા ૧,૨૦,૦૦૦ની કિંમતનો ૧૨ કિલો ગાંજો તથા રૂપિયા ૨૦ હજારના અન્ય મુદામાલ મળી રૂ.૧,૪૦,૮૦૦ સાથે આબાદ પકડાયો હતો. આ શખ્સ સામે એસઓજી પોલીસે સીટી બી ડીબી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ ફરિયાદ નોંધાવી છે. આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર એસ.એસ.નિનામા તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here