ઘાતકીપણું: જામનગરમાં કતલખાને પહોચે તે પૂર્વે ૧૭ પશુને મુક્ત કરાયા

0
534

જામનગરની ભાગોળે પંચકોશી એ ડીવીજન પોલીસે ચેકિંગ દરમિયાન એક રીક્ષામાં ૧૭ ઘેટાને ગોધી પરિવહન કરતા ત્રણ સખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. ખીજડીયા બાયપાસ ચેકપોસ્ટ પર પોલીસની કાર્યવાહી દરમ્યાન ત્રણેય સખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસે ત્રણેય સખ્સો સામે પશુ પ્રત્યે ઘાતકી પણું દાખવવા બદલ કાર્યવાહી કરી છે.

જામનગરમાં ખીજડીયા બાયપાસ ખાતે ગઈ કાલે પંચકોશી એ ડીવીજન પોલીસ દ્વારા રાત્રે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જીજે ૧૦ ટીડબ્લ્યુ ૫૫૮૨ નંબરની એક રીક્ષાને રોકાવી પોલીસે તલાસી લીધી હતી. જેમાં રીક્ષા અંદર ખીચોખીચ અને ક્રુરતા પૂર્વક બાંધીને પરિવહન કરાવાતા ૧૭ ઘેટા મળી આવ્યા હતા. જેને લઈને પોલીસે મોશીનભાઇ મજીદભાઇ મિઠવાણી રહે, કાલાવડ નાકા બહાર મોટાપીરનો ચોક રંગુનવાલા હોસ્પીટલ પાસે જામનગર, મોશીનભાઇ હમીદભાઇ સેરજીભાઇ રહે. પાંચ  હાટલી ચોક કાલાવડા નાકાબહાર જામનગર, હુશેનભાઇ વાહિદભાઇ સમા રહે કાલવાડ નાકા બહાર પાંચ હાટળી ચોક જામનગર વાળા સખ્સોની અટકાયત કરી હતી.

પોલીસે તમામ ૧૭ ઘેટાઓને છોડાવી ત્રણેય સખ્સો  સામે પશુ પ્રત્યે ઘાતકી પણુ અટકાવાના અધીનીયમની કલમ ૧૧ , ડી,ઇ,એફ,એચ. તથા જી.પી.એક્ટ કલમ ૧૧૯ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭ મુજબ કાર્યવાહી કરી હતી. ત્રણેય સખ્સોએ રીક્ષામાં નાનામોટા ૧૭ ઘેટાઓ ખિચોખીચ ભરી, હલનચલન ન કરી તે રીતે બાંધી, પ્રાણીઓને ખોરાકની વ્યવસ્થા વગર બાંધી રાખવા બદલ ફરિયાદ નોંધી રીક્ષા સહીત રૂપિયા ૧,૮૪,૦૦૦નો મુદ્દામલ કબજે કર્યો  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here