લાલપુર : મહિલાઓએ જાહેરમાં શરુ કર્યો તીનપતીનો જુગાર, પણ પોલીસની નજરે ચડી ગઈ

0
586

જામનગર અપડેટ્સ : જીલ્લાના લાલપુરમાં મામલતદાર કચેરી સામે આવેલ ગાયત્રી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતી સાત મહિલાઓને સ્થાનિક પોલીસે પકડી પાડી છે. પોલીસે તમામ મહિલાઓ સામે જુગાર ધારા મુજબ ગુનો નોંધી રૂપિયા ૧૩૭૨૦ની રોકડ કબજે કરી છે.

લાલપુરમાં  મામલતદાર કચેરી નજીક ગાયત્રી સોસાયટી બ્લોક નં ૪ પાસે અમુક મહિલાઓ જાહેરમાં જુગાર રમતી હોવાની ચોક્કસ હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં જાહેરમા ગંજી પતાના પાનાં વડે તીન પતિનો જુગાર રમતી જ્યોત્સનાબેન મોહનભાઇ આણંદભાઇ દેલવાડીયા જાતે.પટેલ ઉવ.૫૫ ધંધો.ઘરકામ રે.ગાયત્રી સોસાયટી બ્લોક નં ૪ લાલપુર કોર્ટ સામે તા.લાલપુર જી.જામનગર, માલીબેન રાજશીભાઇ કરણાભાઇ મારીયા જાતે.આહીર ઉવ.૪૫ ધંધો.ઘરકામ રે.લક્ષ્મી પાર્ક સીધ્ધનાથ મંદીર પાસે તા.લાલપુર જી.જામનગર, જમીલાબેન ઇસાકભાઇ આમદભાઇ પટ્ટા જાતે.સંધી ઉવ.૪૦ ધંધો.ઘરકામ રે.ધરારનગર શેરાની હોટલ પાસે તા.લાલપુર જી.જામનગર, હંસાબેન વસંતલાલ શીવગરભાઇ ગોસાઇ જાતે.બાવાજી ઉવ.૬૦ ધંધો.ઘરકામ રે.લાલપુર સરકારી દવાખાના પાછળ તા.લાલપુર જી.જામનગર, મનીષાબેન ધર્મેશભાઇ જયસુખભાઇ રામોલીયા જાતે.પટેલ ઉવ.૪૦ ધંધો.ઘરકામ રે.ગાયત્રી સોસાયટી પટેલ કલાસીસની બાજુમાં તા.લાલપુર જી.જામનગર, શીલ્પાબેન ભાવેશભાઇ નારણભાઇ કગથરા જાતે.પટેલ ઉવ.૪૦ ધંધો.ઘરકામ રે.લાલપુર પટેલ શેરી તા.લાલપુર જી.જામનગર, પ્રવીણાબેન ત્રીભુવનભાઇ ભીખુભાઇ સોમૈયા જાતે.લુહાણા ઉવ.૫૦ ધંધો.ઘરકામ રે.લાલપુર ગાયત્રી સોસાયટી મામલતદાર કચેરી સામે તા.લાલપુર જી.જામનગર વાળીઓને રૂપિયા ૧૩૭૨૦ સાથે પકડી પાડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here