ખુશ-ખુશાલ : મગફળીની રૂપિયા ૧૫૦૦ તરફની દોટ, આજે મણના ૧૪૬૫ રૂપિયા બોલાયા !!!

0
1606

જામનગર : જામનગરના હાપા એપીએમસી ખાતેના ખુલ્લા બજારમાં શરુ થયેલ મગફળી ખરીદીની પ્રક્રિયામાં દિવસે ને દિવસે ઊંચા ભાવમાં રેકોર્ડ નોંધાઈ રહ્યા છે. શુક્રવારે મગફળીના મહતમ ભાવ ૧૩૩૫ રૂપિયા બોલાયા બાદ સતત વધતા ભાવ વચ્ચે આજે વધુ એક વખત રેકોર્ડ બ્રેક કીમતે ખરીદી કરવામાં આવી છે. આજે યાર્ડમાં એક ખેડૂતની મગફળી રૂપિયા ૧૪૬૫ ભાવ બોલાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં ૨૬૫ રૂપિયાનો વધારો થયો છે.

લલણી થયા બાદ ખરીફ પાક પર માવઠાની સંભાવનાને લઇ પાંચ દિવસ જીલ્લાના તમામ યાર્ડ બંધ રહ્યા હતા. જો કે કપરી સ્થિતિ ચાલી જતા હાપા માર્કેટિંગ યાર્ડ તા.૨૨થી પૂર્વવત કરવામાં આવ્યું છે. તારીખ ૨૨મીના રોજ ફરીથી  શરુ થયેલ ખરીદ પ્રક્રિયામાં પ્રતિ મણ રૂપિયા ૭૫૦ થી ૧૩૦૦, જયારે તા.૨૩મીના રોજ પ્રતિ મણ રૂપિયા ૮૦૦થી માંડી મહતમ ભાવ રૂપિયા ૧૩૧૫ બોલાયો હતો. બુધવારે ૨૦૦૦૦ ગુણીની આવકના પગલે આ જ પ્રક્રિયા અંતર્ગત તા. ૨૩મીના રોજ નવી આવક બંધ કરવામાં આવી હતી. પરંતુ આગલા દિવસની આવકની ગઈ કાલે ફરીથી હરાજી શરુ કરવામાં આવી હતી જેમાં ૫૫૦૦ ગુણીના સોદો થયા હતા. જેમાં પ્રતિ ૨૦ કિલોના રૂપિયા ૮૦૦થી માંડી રૂપિયા ૧૩૫૦ ભાવ બોલાયો હતો. જે સમગ્ર સૌરાષ્ટ્રના એપીએમસી સેન્ટરોની સાપેક્ષમાં સૌથી વધુ હતો. આ રેકોડ બ્રેક ભાવ શનિવારે પણ યથાવત રહેતા નવો રેકોર્ડ સર્જાયો હતો. શનિવારે સવારે નવેક વાગ્યાથી શરુ થયેલ ઓપન બજારની ખરીદીનો સિલસિલો શરુ થયો હતો. જેમાં મહતમ ભાવ રૂપિયા ૧૪૩૬ બોલાયા છે જયારે ન્યનતમ ભાવ પ્રતિ મણ રૂપિયા ૮૦૦ રહયા હતા. સતત વધતા જતા ભાવને લઈને સોમવાર વધુ એક વખત ખેડૂતોનો જોક જામનગર યાર્ડ તરફ વળ્યો હતો.રવિવારે રાત્રે બાર વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધીના ગાળામાં કુલ ૫૨૫ વાહનોમાં ૩૫૦૦૦ ગુણીની આવક થવા પામી હતી. સવારે શરુ થયેલ હરાજીએ ધીરે ધરીએ રંગ પકડ્યો હતો. જેમાં રૂપિયા ૮૫૦થી માંડી મહતમ રૂપિયા ૧૪૬૫માં મગફળીની ખરીદી કરવામાં આવી હતી જે આ સીજનનો સૌથી વધુ ભાવ છે. મગફળીના ભાવમાં જે રીતે ઉછાળો આવી રહ્યો છે તેને લઈને વેપારીઓએ બે દિવસમાં રૂપિયા ૧૫૦૦ ભાવ બોલાશે એમ મત દર્શાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here