લાલપુર : કન્ટ્રક્શનના ધંધામાં મોટી આર્થિક નુકશાની આવતા યુવાને ન કરવાનું કર્યું, શોક છવાયો

0
1333

જામનગર : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરિપર ગામે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલ જામનગરના આહીર યુવાને ઝેરી ટિકડા ખાઈ જીવતરનો અંત આણી લેતા પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

જામનગરમાં શિવ ટાઉનશીપમાં રહેતા અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ
મેરામણભાઈ જેઠાભાઈ કરંગીયા ઉવ ૩૮ નામના યુવાને લાલપુર તાલુકાના હરિપર ગામે
પોતાના હાથે ઝેરી દવાના ટીકડા ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે બેડી બંદર રોડ પર રહેતા મારખીભાઈ એભાભાઈ કરંગીયાએ જાણ કરતા લાલપુર પોલીસે સ્થળ પર પહોંચી મૃતકનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આજથી બે વરસ પૂર્વે યુવાનને બાંધકામ ના ધંધાના મોટુ આર્થીક નુકસાન ગયું હતું. જે આર્થિક નુક્શાનીનું સતત ટેનસન રહેતું હતું. ઘણા સમયથી ચીંતામાં રહયા બાદ યુવાને આ પગલું ભરી જીવતરનો અંત આણ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પીએસઆઇ ડી એસ વાઢેર સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here