જામનગર : વરસાદી પાણી રોકવા વોરાના હજીરા પાસે આકાર પામશે આ યોજના

0
596

જામનગર :  મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીને રોકવા તથા જળસંગ્રહ શકિત વધારવા માટે ચેકડેમ સહિતના વિવિધ કામો માટે એસ.જે.એમ.એસ.વાય યોજના હેઠળ રૂા.422 લાખના ખર્ચે રંગમતી નદીમાં ચેકડેમની દિવાલનું કામ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઇ છે.

જામનગર શહેરમાં વ્હોરાના હજીરા પાસે રંગમતી નદી ઉપર રીવરબ્રીજ તથા રીટેઇનીંગ વોલ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વરસાદી પાણીનો સંગ્રહ થાય જેને લઈને નદીમાં ચેકડેમ બનાવવામાં આવ્યો છે. મહત્વના વરસાદી પાણી જળ સંગ્રહ શકિત વધારવા અને ક્ષારને આગળ વધતી અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા એસ.જે.એમ.એસ.વાય યોજના હેઠળ ચેકડેમનું કામ શરૂ કરવા અને નદીની દિવાલ બનાવવા તરફ કાર્યવાહી શરુ કરાઈ છે. જે અન્તર્ગત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કામ માટે રૂા.422 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. આગામી સમયમાં આ સુવિધી વિકસી જતા વરસાદી પાણીની સંગ્રહ ક્ષમતા વધી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here