લાલપુર : ઘરેથી જમીને નોકરીએ જતો યુવાન પરત જ ન ફર્યો, કાળમુખી બસે ઠોકર મારી

0
531

જામનગર : જામનગર જીલ્લાના લાલપુર તાલુકા મથકે મંગળવાર હાલેપોત્રા પરિવાર માટે અમંગળ સાબિત થયો હતો. મુસ્લિમ પરિવારના બે ભાઈઓ પૈકીનો નાનો ભાઈ બપોરે જમીને ઘરેથી નોકરીના સ્થળે નીકળ્યા બાદ ઘરે પહોચ્યો નિષ્પ્રાણ, કાળમુખી બસની ઠોકરે ચડેલ યુવાનને પહોચેલ ગંભીર ઈજા જીવલેણ સાબિત થઇ અને પરિવાર પર વજ્રઘાત, મૃતકના બાઈકને ઠોકર મારી બસ ચાલક નાશી ગયો હતો.

જામનગર જીલ્લાના તાલુકા મથક લાલપુર તાલુકા મથકે પ્રગટેશ્વર મહાદેવ મંદિરે રહેતા એક મુસ્લિમ પરિવારમાં શોકનું મોજું ત્યારે પ્રસરી ગયું જયારે પરિવારમાં સૌથી નાના પુત્રનું અકાળે અવસાન થયું, ગઈ કાલે પોતાના ઘરેથી બપોરે જમીને ખાનગી પેઢીમાં નોકરી કરવા માટે બાઈક લઇ પરત નીકળેલ ૨૮ વર્ષીય સલીમ તારમામદ હાલેપોત્રા જયારે ભાણવડ રોડ પર આવેલ મેકરણ પેટ્રોલપમ્પ સામેથી પસાર થતા હતા ત્યારે સામેથી પુર ઝડપે આવી ગયેલ જીજે ૧૦ ટીટી ૩૫૫૨ નંબરની સોનલ કૃપા ટ્રાવેલ્સની બસે તેને જોરદાર ઠોકર મારી દીધી હતી. જેને લઈને બાઈક પરથી ફંગોળાઈ ગયેલ સમીરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સ્થળ પર બેસુધ્ધ થઇ ગયો હતો. દરમીયાન તેઓને પ્રાથમિક સારવાર આપી જામનગર ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સાંજે સારવાર હેઠળ સમીરનું મૃત્યુ નીપજ્યું હતું. માતા-પિતા અને મોટા ભાઈ અને બહેન સાથે રહેતા સમીરના મૃત્યુના પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃતક લાલપુરમાં આવેલ રાજાણી ચા નામની પેઢીમાં નોકરી કરતો હતો અને દરરોજ બપોરે પેઢીનું બાઈક લઇ ઘરે જમવા જતો હતો ગઈ કાલનો  દિવસ એ અંતિમ બની રહ્યો હતો. પોલીસે મૃતકના ગેરજ સંચાલક મોટાભાઈ વસિદભાઈની ફરિયાદ નોંધી નાશી ગયેલ ત્રવેસ્લ ચાલકની શોધખોળ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here