જામનગર મહાનગરપાલિકા એટલે તાલ-માલને તાસીરો

0
315

એક બાજુ જામનગર મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક છે જ્યારે બીજી બાજુ મહાનગરપાલિકાનું કરદાતાઓ પાસેનું રૂપિયા 507.88 કરોડ નું લેણું હોવા છતાં રિકવરીમાં ઢીલાઢોળને કારણે કરદાતાઓના પેટનું પાણી હલતું નથી. નાણાના અભાવને પગલે મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામોમાં અનેક વિઘ્નો આડા આવે છે જ્યારે રિકવરીમાં આળસને પગલે બાકીદારો મહાનગરપાલીકાના રૂપિયે તાલ,માલને તાસીરો કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે.

તાજેતરમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા રજૂ કરાયેલ વર્ષ2021-22 રિવાઇઝડ અને વર્ષ 2022-23ના ડ્રાફ્ટ અંદાજપત્રમાં સતાવાર રીતે જાહેર કરાયેલ આંકડા મુજબ રૂપિયા 507.88 કરોડનું લેણું વસુલવાનું બાકી હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જેમાં જણાવાયા મુજબ  દુકાન ભાડા પેટે મહાનગરપાલિકાને રૂપિયા 1.80 કરોડની રકમ વસુલવાની બાકી છે જ્યારે વ્યવસાય વેરાએ પેટે 42.19 કરોડ ની વસુલાત બાકી છે જ્યારે કારખાનાના લાયસન્સ ફી અંગેની પણ 64 લાખ રૂપિયા જેટલી રકમ ઉઘરાવવાની બાકી હોવાનું સામે આવ્યું છે. વધુમાં 10 લાખ રૂપીયા થિયેટરના ટેક્સ પેટે ના બાકી છે. તથા 1404 આવાસ હપ્તા પેટે રૂપિયા 3.43 કરોડ રૂપિયા બાકી હોવાનું પણ જાહેર થવા પામ્યું છે. આ ઉપરાંત કાર્પેટ વિસ્તારમાં વોટર ચાર્જીસ ના 70.55 કરોડ રૂપિયાનું લેણું અને સલ્મ વિસ્તારમાં વોટર ચાર્જીસ ના 23.13 કરોડોની અને વોટર ચાર્જીસ (જૂનો)ના 22.55 કરોડની રકમનું લેણું છે. વધુમાં રેઇન્ટ બેઇઝ મિલકત વેરાના 58.12 કરોડ  અને કારપેટ ના મિલકત વેરા પેટે 266.26 કરોડ રૂપિયાનું લેણું છે. વધુમા 9.10 કરોડ સર્વિસ યુઝર્સ ચાર્જ અને 67 લાખ રૃપિયા ભૂગર્ભ ગટર હાઉસ કનેકસન ચાર્જીસ અને 9.34 લાખ રૂપિયા મળી કુલ 507.88 કરોડ રૂપિયા જેટલી જબરી રકમ લેવાની બાકી હોવાનું સતાવાર રીતે જાહેર થવા પામ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here