ખંભાળીયા : બે મહિલાઓની પ્રૌઢ સામે છેડતીની ટ્રેપ, ચોપાનિયું ચલાવતા કથિત પત્રકારે માંગ્યા પાંચ લાખ, આવું છે પ્રકરણ

0
1192

જામનગર અપડેટ્સ : આજકાલ અનેક યુવતીઓએ-મહિલાઓ પુરુષો સામે મળી નકલી પોલીસ કે પત્રકારોના સહારે અનેકને સીસામાં ઉતારી હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે નકલી પોલીસ બની માલેતુજારોને ખંખેરતી એક યુવતી અને તેના સાગરીતોની ગેંગનો ત્રણ માસ પૂર્વે ખંભાલીયા એસઓજી પોલીસે પર્દાફાશ કર્યા બાદ વધુ એક સોફ્ટ ટ્રેપ પ્રકરણ પોલીસ દફતરે પહોચ્યું છે. આ પ્રકરણમાં તોડબાઝની ભૂમિકામાં છે કહેવાતો પત્રકાર, પોલીસે બે મહિલાઓ અને પત્રકાર સામે છેતરપીંડી અને પૈસા પડાવવા ધાકધમકીઓ આપી કાવતરું રચ્યો હોવાના આરોપ સાથે ગુનો નોંધ્યો છે.

દેવભૂમિ  દ્વારકા જીલ્લામાં વધુ એક સોફ્ટ છેડતી ટ્રેપ પ્રકરણ પોલીસ દફતરે પહોચ્યું છે. જેમાં પોરબંદરની બે મહિલાઓએ અને ખંભાલીયામાં ચોપાનિયું કાઢતા એક કહેવાતા પત્રકાર સામે ચોકાવનારા આરોપ લગાવવામાં આવ્યો છે. વાત છે દશેક માસ પૂર્વે ચાલુ વર્ષના શરૂઆતના દિવસોની, ખંભાલીયામાં આવેલ જૂની લોહાણા મહાજન વાડીમાં અને વાળંદ જ્ઞાતિની વાડીમાં તા. ૨૯/૧/૨૦૨૦ અને ૩૦/૧/૨૦૨૦ના રોજ રસોઈ  કામ કરતા જામનગરના રામેશ્વરનગરમાં રહેતા મનસુખલાલ છગનલાલ ચનુરા ઉવ ૫૧ નામના પ્રૌઢ પાસેથી નાણા પડાવવા માટે હર્ષાબેન ડાયાભાઇ અને કારીબેન નગાભાઇ રહે.બન્ને નરસંગ ટેકરી, પોરબંદર વાળી મહિલાઓએ પોલીસ તથા અન્ય ઓળખીતાઓને ફોન દ્વારા જાણ કરી હતી. જેમાં મનસુખભાઈએ પોતાની બળજબરીથી છેડતી કરતા હોવાની વાત કરતા પોલીસ અને ઓળખીતાઓને બોલાવ્યા હતા. દરમિયાન પોલીસ તથા સાહેદો વાણંદ જ્ઞાતિની વાડીના દરવાજે પહોંચેલ ત્યારે બન્ને મહિલા આરોપીઓએ મનસુખભાઈના રૂમમા જઇ તેમની સાથે જબરજસ્તી કરી તેમના પેન્ટનુ ચેઇન ખોલવાનુ તથા તેમના કપડા કાઢવાનુ કહ્યું હતું. બંને મહિલાઓએ પોતાની છેડતી થઇ હોવાનું અને હવે છેડતી તથા અને એટ્રોસીટીની ખોટી ફરીયાદ કરવાનુ કહી રૂપિયાની માંગણી કરી હતી. જેને લઈને પ્રૌઢ ગભરાઈ ગયા હતા.

ત્યારબાદ એન્ટ્રી થાય છે કથિત પત્રકારની, અહીં આંબેડકર દર્પણ નામનું  ચોપાનિયું કાઢતા અને પોતાને પત્રકાર તરીકે ઓળખાવતા પી.કે.પરમારએ આ પ્રકરણને ભીનું સંકેલી લેવા માટે અને ફરિયાદ નહી કરવા માટે મનસુખભાઈના પુત્ર દર્શન પાસેથી રૂપિયા પાંચ લાખ માંગ્યા હતા. દર્શને નાણા આપવાની ના પાડતા છેડતી તથા એટ્રોસીટી એકટ મુજબ ખોટો કેસ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ બાબતને લઈને ખંભાલીયા પોલીસની તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જતા પોલીસે બંને મહિલાઓ અને કથિત પત્રકાર સામે આઈપીસી કલમ ૩૮૪,૧૨૦(બી),૫૧૧ મુજબ ફરિયાદ નોંધી ધરપકડ કરવા તરફની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here