જયેશ પટેલના વાઈટકોલર સાગરીતોને બબ્બેની ટુકડીમાં વેચી નાખ્યા, કોણ કઈ જેલમાં? જાણો અહી

0
1164

જામનગર : જામનગરના કુખ્યાત જયેશ પટેલના વાઈટ કોલર સાગરીતોને કોર્ટે જેલ હવાલે કરવાના કરેલા હુકમની સાથે પોલીસે એક અરજી કરી તમામને જુદી જુદી જેલમાં ખસેડવાની અરજી કરી હતી જેના અનુસંધાને કોર્ટે છ આરોપીઓને બબ્બેની જોડીમાં ત્રણ જીલ્લાની જેલમાં મોકલી દીધા છે.

જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલનાં વાઈટ કોલર સાગરીતોને પોલીસે બાદ દિવસના રિમાન્ડ પર લીધા હતા. આ તમામ સખ્સોએ ચોકાવનારી વિગતો પોલીસ સમક્ષ ઓકી હોવાની આધારભૂત સુત્રો માંથી જાણવા મળ્યું  છે. આજે રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જેલ હવાલે કરવાનો કોર્ટે ફેસલો સંભળાવ્યો હતો જેની સામે પોલીસે જામનગર જેલની જગ્યાએ અન્ય જીલ્લાની જેલમાં આરોપીઓને લઇ જવામાં આવે તેવી અરજી કોર્ટ સમક્ષ કરી હતી, જેને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી બિલ્ડર નીલેશ ટોલિયા અને ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીને વડોદરા અને પૂર્વ પોલીસકર્મચારી વસરામ આહીર તેમજ પ્રવીણ ચોવટિયાને અમદાવાદની જેલમાં ઉપરાંત મુકેશ અભંગી અને અનીલ પરમારને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવાનો હુકમ કર્યો છે. જેને લઈને જામનગર પોલીસની એક ટુકડી આજે જ તમામ આરોપીઓને લઈને જુદી જુદી જેલમાં ધકેલી દેવા માટે તજવીજ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here