ખંભાલીયા: બે સગીર બહેનો પર બળાત્કાર ગુજારતો સખ્સ,બે સખ્સોએ પણ કરી હતી મદદ

0
2146

ખંભાલીયામાં રહેતા એક પરિવારની બે સગી બહેનો પર બે સખ્સોની મદદથી એક સખ્સે બળાત્કાર ગુજાર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાતા હાહાકાર મચી ગયો હતો. પોલીસે ત્વરિત એક્શન લઇ ત્રણેય સખ્સોને પકડી પાડ્યા છે. ત્રણ પૈકીનો એક સખ્સ મોટી સગીર બહેન સાથે મિત્રતા ધરાવતો હતો આ સબન્ધમાં આરોપીએ તેની  પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. તાજેતરમાં પ્રેગનન્સી ટેસ્ટ કરાવવા માટે તેણીને પોતાના ઘરે બોલાવી તેના બે મિત્રોની મદદથી સગીરાની સગીર બહેન પર પણ દુષ્કર્મ આચર્યું હોવાનું જાહેર થયું છે.

દેવભૂમિ દ્વારા જિલ્લાના વડા મથક ખંભાલીયા ખાતે ગેંગ રેપની ઘટના સામે આવી છે. જેની વિગત મુજબ અહીના ચોક્કસ વિસ્તારમાં રહેતા એક પરિવારની સોળ વર્ષની સગીરા સાથે એકાદ વર્ષથી નિકેશ પ્રજાપતિ નામના સખ્સે મીઠી મીઠી વાતો કરી મિત્રતા કેળવી હતી. આ મિત્રતાનો ફાયદો ઉઠાવી આરોપી નીકેશે તેણીનીની મરજી વિરુદ્ધ અનેક જગ્યાએ લઇ જઈ તેની સાથે અનેક વખત શારીરિક સબંધો બાંધ્યા હતા.દરમિયાન સગીરાની તબિયત સારી-નરસી રહેતી હોવાથી તેણીનીને તાજેતરમાં પોતાના ઘરે બોલાવી હતી.

આ સમયે તેણીની પોતાની નાની બહેનને પણ સાથે લઇ ગઈ હતી. જ્યાં રૂમ પર આરોપી નીકેશે તેણીનીની નાની બહેન પર ખરાબ નજર કરી, પોતાની મિત્ર સગીરાને રૂમ બહાર રાખી, નાની બહેનને અંદર મોકલવા કહ્યું હતું. જેની સામે તેણીએ ના પાડી દેતા અન્ય બે હાજર સખ્સો આશિષ કારુભાઈ આહીર અને મહેશ ચાવડા નામના સખ્સોએ તેણીનીને છરી બતાવી, હાથ પગ બાંધી દીધા હતા. ત્યારબાદ નીકેશે તેણીની બહેનને રૂમ અંદર લઇ જઈ તેની મરજી  વિરુદ્ધ શારીરિક સબંધ બાંધ્યા હતા. દરમિયાન ઘરે પહોચેલ બંને બહેનોએ બીતા બીતા પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ મામલો પોલીસ દફતર પહોચ્યો હતો. પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધી ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. ત્યારબાદ આરોપી નીકેસ અને સગીરાનું મેડીકલ પરીક્ષણ હાથ ધર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here