ધ્રોલ: રાત્રે ત્રણ વાગ્યે પોલીસને જોઈ કાર નાશી, ધોરીમાર્ગ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા, પછી..

0
1580

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા મથકે રાત્રી પેટ્રોલિંગમાં રહેલ પોલીસને જોઈ એક વાહનના ચાલકે પુર ઝડપે રાજકોટ તરફ મારી મુકતા, પોલીસે આઠ કિમી સુધી પીછો કરી વાહનમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડ્યો છે. જો કે વાહન ચાલક વાહન છોડી નાશી છૂટવામાં સફળ થયો હતો.

ધ્રોલ પોલીસનો સ્ટાફ ગઈ કાલે રાત્રે ત્રણેક વાગ્યે ગાંધી ચોક ખાતે વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે જોડિયા તરફથી એક બોલેરો પીકઅપ વાહન પુર ઝડપે પસાર થયું હતું. પોલીસે વાહન ચાલકને ઉભો રાખવા ઇસારો કર્યો હતો. પણ પોલીસના સદેશની અવગણના કરી વાહન ચાલક પોતાનું વાહન પુર ઝડપે રાજકોટ તરફના માર્ગ પર વાળી નાશી ગયો હતો.

પોલીસે તાત્કાલિક ખાનગી વાહનમાં જે તે વાહનનો પીછો કર્યો હતો. પરંતુ આઠ કિમી દુર આશાપુરા હોટેલ પાસે આ વાહન રોડથી નીચે ઉતરી બાવળની જાળીઓમાં જોવા મળ્યું હતું. પોલીસ પોતાના સુધી પહોચે તે પૂર્વે વાહન ચાલક વાહનને રોડ નીચે ઉતારી નાશી ગયો હતો. પોલીસે પીકઅપમાં ચેક કરતા અંદરથી જુદી જુદી બ્રાંડનો ૫૪૦ બોટલ દારૂ મળી આવ્યો હતો. જીજે ૩૮ ટી ૪૬૨૦ નંબરની બોલેરોમાંથી દારૂ કબજે કરી પોલીસે આરોપીઓ સુધી પહોચવા કવાયત શરુ કરી છે. આ કાર્યવાહી ધ્રોલના પ્રોબેશનલ પીએસઆઈ કે એસ માણીયા સહિતના સ્ટાફે પાર પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here