ખંભાલીયા: મકાન-દુકાનને તાળા મારી વ્યાજખોરે આસામી પાસેથી 3 લાખના માંગ્યા 13 લાખ

0
430

દેવભૂમિ દ્વારકા જીલ્લાનાના ખંભાલીયા ખાતે રહેતા એક આસામીએ વ્યાજખોર પાસેથી હાથ ઉછીતા લીધેલ રૂપિયા છ લાખની સામે ત્રણ લાખ ચૂકતે કરી દેવાયા હોવા છતાં વ્યાજખોરે ત્રણ લાખના તેર લાખ આપવા દબાણ કરી, આસામીના મકાન અને દુકાનમાં તાળા મારી પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હોવાની પોલીસ દફતરે ફરીયાદ નોંધાઈ છે. જેને લઈને પોલીસે આ દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાલીયામાં સલાયા નાકા પાસે ભરવાડ પાડામાં રહેતા હીરાભાઈ દેવાભાઈ ચોહાણે તાલુકાના ચુડેશ્વર ગામે રહેતા જયદીપસિંહ ચંદ્રસિંહ જાડેજા પાસેથી સબંધના દાવે પાંચ ટકા વ્યાજે રૂપિયા છ લાખની રકમ લીધી હતી. દરમિયાન ત્રણ મહિનામાં સમયાંતરે રૂપિયા ત્રણ લાખ ચૂકતે કરી દેવામાં આવ્યા હતા.છતાં પણ આરોપીએ પઠાણી ઉઘરાણી  કરી રૂપિયા તેર લાખ માંગ્યા હતા. અને કોરા ચેકમાં સહી કરાવી ચેક બાઉન્સ કરાવી જેલમાં પુરાવી દેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપીએ સલાયા નાકા પાસેને હીરાભાઈના મકાનને તાળા મારી ઉપરાંત આસાપુરા કંપની સામે આવેલ દુકાનને તાળા મારી મકાન દુકાન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here