જામનગર: ફુગ્ગા વેચતી ગેંગ દ્વારા આચરવામાં આવી હતી વકીલના બંગલામાં ચોરી

0
698

જામનગરમાં એક મહિના પૂર્વે વકીલના બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે 34 લાખની માતબર ચોરી સાતમ આઠમના તહેવારમાં ફુગ્ગા વેચવા આવેલી ગેંગ દ્વારા આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે .પોલીસે ટેકનીકલ સ્ટાફની મદદથી મધ્યપ્રદેશના આરોપીઓએ કશ્મીરથી અટકાયત કરી 20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગેંગના ત્રણ શખ્સોની હાલ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણ સક્ષો હજુ પોલીસ પહોંચ થી બહાર છે દિવસે રેકી કરી બંધ બંગલાને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હોવાનું પણ જિલ્લા પોલીસવડાએ જણાવ્યું છે.

શહેરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા અને દ્વારકામાં વકીલાતનો વ્યવસાય કરતા રાજેશભાઈ શેઠ અને તેમના પત્ની, પુત્ર અને પુત્રી સાથે તેઓ ગત તારીખ 19 મીના રોજ જામનગર થી રાજકોટ ખાતે સંબંધીને ત્યાં યોજાયેલ સગાઈ પ્રસંગમાં ગયા હતા. ત્યારબાદ તારીખ 20 મીના રોજ રાજકોટથી સાંજે પાંચેક વાગ્યે દેવદર્શન માટે પાલીતાણા ગયા હતા. પાલીતાણાથી તારીખ 21 મીના રોજ સાંજે સુરેન્દ્રનગરમાં તેઓના બહેનના મકાનના વાસ્તા પ્રસંગમાં રોકાયા હતા. દરમિયાન તારીખ 23મી ના રોજ સવારે તેના મિત્ર કમલેશભાઈ શાહનો તેમના પર ઘરના દરવાજા ખુલ્લા હોવા અંગેનો ફોન આવતા તેઓ પરિવાર સાથે પરત જામનગર આવ્યા હતા.


તારીખ 19 થી તારીખ 23મી સુધીના પાંચ દિવસના ગાળા દરમિયાન બંધ રહેલા મકાનમાં ખાબકેલ તસ્કરોએ રૂપિયા ૩૪ લાખ પંદર હજારના મુદ્દામાલની ચોરી કરી હતી.
જેમાં રૂપિયા સવા બે લાખની કિંમતના સાડા સાત તોલા વજનના સોનાના ચાર નંગ પાટલા, રૂપિયા 1,80000ની કિંમતની છ તોલા વજનની સોનાની ચાર નંગ બંગડી, તેમજ એક લાખ 5 હજારની કિંમતનો સાડા ત્રણ તોલા વજનનો સોનાનો મોટો સેટ- જેમાં હાર બુટ્ટી વીટી નો સમાવેશ થાય છે તે તેમજ રૂપિયા 1,20,000ની કિંમતના ચાર તોલા વજનનો બુટ્ટી વીંટી સાથેનો પાંચ શેર વાળો સોનાનો હાર, રૂપિયા 90,000ની કિંમતના ત્રણ તોલા વજનના ગળામાં પહેરવાનો દિલ આકારનો સોનાનો સેટ, બુટી,વીટી, આ ઉપરાંત વજનની રૂપિયા 60,000ની કિંમતનું હાથમાં પહેરવાનું સોનાનું બ્રેસલેટ, તેમજ 75 હજાર રૂપિયાની કિંમતનો ગળામાં પહેરવાનો અઢી તોલા વજનનો સોનાનો પેડલવાળો સેટ જેમાં ચેન વીંટી નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૬૦ હજારની કિંમતનો બે તોલા વજનનો ગળામાં પહેરવાનો સોનાનો નવો સેટ તેમજ રૂપિયા 60,000ની કિંમત ના બે તોલા વજનની સોનાની આઠ નંગ બુટી આ ઉપરાંત રૂપિયા 30 હજારની કિંમતના એક તોલા વજનના સોનાના ચેન અને રૂપિયા 30 હજારની કિંમતના એક તોલા વજનની સોનાની બે વીંટી તેમજ રૂપિયા એક લાખ વીસ હજારની કિંમતની ચાર તોલા વજનની સોનાની લકી, દોઢ તોલા વજનની સોનાની રૂપિયા 45000ની બે નંગ વીંટી, તેમજ ચાંદીના 10 સિક્કા, ચાંદીની એક લકી ચાંદીના પટાવાળી 150 ગ્રામ વજનની એક ઘડિયાળ તેમજ આઠ સાદી ઘડિયાળ ઉપરાંત 4000ની કિંમતનો એક મોબાઈલ ફોન ચોરી કરીને લઈ ગયા હતા. આ ઉપરાંત તિજોરીમાં રાખેલ રૂપિયા 22 લાખની રોકડ પણ ચોર ચોરી કરી ગયા હતા.

ચોરીનો આ ભેદ ઉકેલવામાં એલસીબીના પીઆઇ કે જે ભોએ પીએસઆઇ આર બી ગોજીયા પી એસ આઈ સી એમ કાઢેલીયા એબી ગંધા કે એ જ પહોંચ્યા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, માંડણ ભાઈ વસરા,હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, અશોકભાઈ સોલંકી, નાનજી પટેલ, ભરતસિંહ સરવૈયા, હિરેનભાઈ વરણવા, દિલીપભાઈ તલવાડીયા, શરદભાઈ પરમાર, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ફિરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, નિર્મળસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાડીયા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, અજયભાઈ ઝાલા, રાકેશભાઈ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, ભારતીબેન ડાંગર અને ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ભાઈ ત્રિવેદી દ્વારા બહાર પાડવામાં આવી હતી મોટા ડિટેકશનને લઈને જિલ્લા પોલીસ વડા પ્રેમસૂખ ડેલું એ કામગીરીમાં રોકાયેલ તમામ સ્ટાફને રૂપિયા 2100- 2100 નું ઇનામ આપવા ને પણ જાહેરાત કરી છે.

પોલીસે મધ્યપ્રદેશના રાજુ રામદાસભાઇ મોગિયા અજય વિષ્ણુભાઈ પારગી અને ચાવલાભાઇ બાબુરામ મોગિયા નામના મધ્યપ્રદેશના ત્રણ શખ્સોની પોલીસે જમ્મુ કશ્મીરથી ધરપકડ કરી છે. જ્યારે આ જ પ્રકરણમાં સંડોવાયેલ મંગલ મોંઘીયા સમીર મોંઘીયા અને વિમલા મોંઘીયા નામના મહિલા સહિતના ત્રણ શખ્સોને ફરાર દર્શાવ્યા છે. પોલીસે ૩૩ લાખની રોકડ 15 ચાંદીની ગીની ૮ નંગ ઘડિયાળ અને બે મોબાઈલ સહિત રૂપિયા 20 લાખ 20 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે પારગી ગેંગના કારનામાની વાત કરવામાં આવે તો આ ટોળકી એ તેલંગાણાના વિજયવાડા, ગનાવરમ, ગુટુર, મંગલગીરી રેલ્વે સ્ટેશન તેમજ મધ્યપ્રદેશમાં અશોકનગર, પીપરી, વિદિશામાં અનેક ચોરીઓને અંજામ આપ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

માતબર ચોરીનો ભેદ ઉકેલ પારઘી ગેંગને પકડી પાડનાર એલસીબીના પીઆઇ કે જે પી એસ આઇ સી એસ કાટેલીયા પીએસઆઇ ગોજીયા સહિતના તપાસમાં રોકાયેલા સ્ટાફને જિલ્લા પોલીસવડા પ્રેમસૂખ ડેલુંએ બિરદાવી રૂપિયા 2100 -2100નું ઇનામ જાહેર કર્યું છે.

ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબીના પી.એસ.આઇ.સી.એમ કટેલીયા સંજયસિંહ વાડા દિલીપભાઈ તલાવડીયા ભગીરથસિંહ સરવૈયા જીતેન્દ્રસિંહ જાડેજા શિવભદ્રસિંહ જાડેજા કાર્યરત હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here