ભાણવડ: તાલુકા પંચાયત પ્રમુખ અને તેના ભાઈ પર તલાટીએ કર્યો જીવલેણ હુમલો

0
2030

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખ અને તેના ભાઈ પર ફતેપુર ગામના તલાટી કમ મંત્રીએ બોલાચાલી કરી છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડતા ચકચાર મચી જવા પામી છે. ગંભીર રીતે ગવાયેલ પ્રમુખ અને તેના ભાઈને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક જામનગર ખસેડવામાં આવ્યા છે તો બીજી તરફ હુમલો કરી તલાટી કમ મંત્રી નાસી જતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત સમગ્ર હાલારમાં ચર્ચા જગાવનાર બનાવની પ્રાપ્ત વિગત મુજબ ભાણવડ તાલુકા ના ફતેપુર ગામે રહેતા અને સ્થાનિક તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પદ સંભાળતા માલદેભાઈ રાવલીયા અને તેના ભાઈ જેઠાભાઇ રાવલીયા પર ફતેપુર ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા પ્રદીપસિંહ ડોડીયા સાથે કોઈ કામ બાબતે બોલાચાલી થઈ હતી દરમિયાન તલાટી કમ મંત્રી ડોડીયા ઉશ્કેરાઈ ગયા હતા. અને પોતાના કબ્જામાં રહેલ છરી વડે હુમલો કર્યો હતો. જેમાં પ્રમુખને નાકના ભાગે અને સાથળના ભાગે ત્રણ ચાર પ્રહારો કરતા તે લોહી લુહાણ થઈ ગયા હતા, દરમિયાન પ્રમુખ માલદે ભાઈના ભાઈ વચ્ચે પડતા તેની પર પણ આરોપી તલાટી કમ મંત્રીએ છરી હુલાવી હતી. ત્યારબાદ આરોપી નાસી ગયો હતો.

દરમિયાન ગંભીર રીતે ગવાયેલ પ્રમુખ માલદેભાઈ અને તેના ભાઈને તાત્કાલિક ભાણવર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી તેઓને પ્રાથમિક સારવાર આપી જામનગર લઈ જવામાં આવ્યા છે આ બનાવના પગલે રાજકીય વર્તુળોમાં દોડધામ મચી જવા પામતી હતી બનાવની જાણ થતા ભાણવર પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્યારબાદ હોસ્પિટલ પહોંચી આ બનાવવા અંગે વિધિવત ફરિયાદ દાખલ કરાવવાની તજવીજ હાથ ધરી છે જોકે તલાટી અને તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે કઈ બાબતે બોલાચાલી થઈ તે જાણવા મળ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here