કાલાવડ: કરોડો રૂપિયાની 2000ની જાલીનોટ પકડાઇ

0
1310

સુરતના કામરેજ ખાતેથી ગઈકાલે 25.80 કરોડની જાલી નોટ પકડાયા બાદ સુરત પોલીસે આજે જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં જે તે આસામીને સાથે રાખી પાડેલા દરોડા દરમિયાન મગફળીના ભુકામાંથી વધુ કરોડો રૂપિયાની જાલી નોટનો જથ્થો મળી આવ્યો છે.
જોકે આસામી હિતેશ કોટડીયાનું માનવામાં આવે તો પોતે ફિલ્મના શૂટિંગ માટે આ નોટનો ઉપયોગ કરવાના હોવાની અને નોટ પર રિવર્સ બેન્ક ઓફ ઇન્ડિયા લખ્યું હોવાનું અને આ ઝેરોક્ષ ફોટો કોપી હોવાનું તેઓએ જણાવ્યું છે.

સુરત જિલ્લાના કામરેજ ખાતે ગઈકાલે પોલીસે દીકરી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની એક એમ્બ્યુલન્સ ને રોકાવી તલાસી લીધી હતી. જેમાં જુદા જુદા બે મોટા બોક્સમાંથી રૂપિયા 25.80 કરોડની ₹2,000 ની જાલી નોટનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો જામનગર થી રાજકોટ થઈ સુરત લઈ જવા તો હોવાની વિગતો જાહેર થઈ હતી. મૂળ કાલાવડ પંથકના હિતેશ કોટડીયા એ અમીર બાપનો દીકરો અને ગરીબ બાપની દીકરી નામની ફિલ્મ ના શૂટિંગ માટે આ નોટ ફોટો કોપી કરાવી હોવા ની વિગતો પોલીસમાં જાહેર થઈ હતી દરમિયાન હિતેશ કોટડીયા ની પૂછપરછ માં વધુ જથ્થો કાલાવડ પંથકમાં સંતાડ્યો હોવાની કેફિયત તેઓએ આપી હતી.

જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના જણાવ્યા અનુસાર ગઈકાલે સુરત પોલીસે સુરત જિલ્લામાં બનાવટી નોટ શબદ કાર્યવાહી કરી હતી જેમાં ખુલેલી વિગતોના અનુસંધાને સુરત પોલીસે આજે કાલાવડ પંથકમાં ઓપરેશન પાર પાડ્યું છે.

જેને લઈને આજે સુરત પોલીસે કાલાવડ પંથક પહોંચી હતી અને એક અવરો મકાનના મગફળીના ભુક્કામાંથી વધુ 20 કરોડ ઉપરાંતની જાલી નોટ કબજે કરી છે.
જોકે આ નોટ ક્યાં છાપી છે? અને ખરેખર ફિલ્મ માટે ઉપયોગ કરવાનો હતો કે કેમ? તે અંગે પોલીસ દ્વારા હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here