ગુજરાતમાં વધુ એક વખત લઠ્ઠાકાંડ થાય તે પૂર્વે જ જામનગર પોલીસ સતર્ક બની છે. જીલ્લાની કાલાવડ ગ્રામ્ય પોલીસે તાલુકાના મછલીવડ ગામના ખેડૂતની લક્ષ્મીપુર ગામે આવેલ વાડીએ દરોડો પાડી ઝેરી આલ્કોહોલ અને આલ્કોહોલ યુક્ત પીણાના નેટવર્કનો પરદાફાસ કર્યો છે. પોલીસે વાડી માલિક સહીત ત્રણ સખ્સોને દબોચી લીધા છે. હર્બલ પ્રોડક્ટ બનાવવાના નામે વાડી માલિકે તેની જમીન અન્ય બે સખ્સોને ભાડાથી આપી હોવાનું સામે આવ્યું છે. પોલીસે કથિત હર્બલ પીણાની ૨૨૫૦ બોટલ, કાલમેઘશ્વના નામથી બનાવેલ પીણાની ૪૭૦૦ ઉપરાંતની બોટલ, ઉપરાંત જેના સેવનથી માણસ મૃત્યુ પામી શકે એવા આઈસો પ્રોપાઈન આલ્કોહોલનો ૧૬૦ લીટર જથ્થા સહીત લાખો રૂપિયાનો સામાન જપ્તે કરવામાં આવ્યો છે.

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના મછલીવડ ગામે સ્થાનિક પોલીસે ચોક્કસ હકીકતના આધારે કાર્યવાહી કરી હતી. મછલીવડ ગામનો દિલીપસિંહ ઉર્ફે બુધાભાઈ સિદ્ધરાજસિંહ જાડેજા નામના સખ્સે પોતાની લક્ષ્મીપુર ગામે આવેલ જમીન ભાડા પેટે આપી હતી. આ જમીન ભાડે રાખી કેતનભાઇ વિનોદભાઇ નરસીદાસ જટણીયા તથા ગોપાલભાઇ પાલાભાઇ ગેલાભાઇ પરમારે દિલીપસિંહ સાથે મળી હર્બલ પ્રોડકટના ઓથા હેઠળ માનવ સ્વાસ્થ માટે હાનીકારક એવા આલ્કોહોલિક પીણા બનાવવાની શરૂઆત કરી હતી. જેને લઈને ગ્રામ્ય પોલીસે આ દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પડેલ દરોડા દમિયાન વાડીમાં ધમધમતું આલ્કોહોલિક પીણાનું કારખાનું મળી આવ્યું હતું. પોલીસે કારખાનામાંથી પ્લાસ્ટીકની ઢાંકણ વાળી મોટી ડોલ નંગ ૨૦ કી.રૂ.૧૦૦૦ તથા સુગંધીત પ્રવાહી ભરેલ પ્લાસ્ટીકનુ ટબ તેમજ બ્લુ કલરનુ પ્લાસ્ટીકનુ રંગ રંગવીહીન વિશીષ્ટ વાસ ધરાવતુ પ્રવાહીથી અડધુ ભરેલ બેરલ, આશરે પાત્રીસ લીટરીયા બે કેરબાઓ જે બન્ને કેરબાઓમા આશરે ૨૦ લીટર રંગવીહીન વિશીષ્ટ વાસ ધરાવતા પ્રવાહી ભરેલ, રંગવીહીન વિશીષ્ટ વાસ ધરાવતા પ્રવાહી ભરેલા બે કેરબા, બે મોટા ખાખી કલરના બોક્ષ જેમા FRUIT BEER LIQUID અને FRUIT BEER POWDER લખેલ મળી આવ્યા હતા.

આ ઉપરાંત મોટા ખાખી કલરના બોક્ષ જેમા RUM LIQUID અને RUM POWDER, ત્રણ MANAMA FRUIT CRUSHES ના મોટા બોક્ષ, ખાંડનો સફેદ રંગનો આશરે ૨૦ કિલો પાવડર, રૂપિયા ૧૧૨૫૦૦ની કિંમતની ૨૨૫૦ નંગ ASHVASHAV હર્બલની બોટલો, AMRUT ASHAV AYURVEDIC ARISHTHAની ૨૦૦ બોટલ, રૂપિયા ૨,૩૭,૫૦૦નિ કિંમતની KALMEGHASAVA ASAVA-ARISHTHAની ૪૭૫૦ બોટલ, લેબલ વગરની બોટલ નંગ-૫૦, બોટલો પર ચોટાડવા માટેના લાલ રંગના સ્ટીકરોના ત્રણ બાંધાઓ, પાણી ખેંચવા માટેની ઇલેક્ટીક મોટર તથા પાઇપ, એક બ્લુ કલરનુ ધાતુનુ રંગવીહીન વિશીષ્ટ વાસ ધરાવતુ પ્રવાહીથી સંપુર્ણ ભરેલ બેરલ, ખાખી રંગની સેલોટેપના ૫ રોલ , બોક્ષ બનાવવાના ખાખી રંગના પુઠાના ૨૮ બાંધાઓ, કાળા કલરની પ્લાસ્ટીકની ઢાંકણ વગરની ખાલી બોટલોના ૧૫ કાર્ટુનો, ખાખી કલરના પુઠાના ઢાંકણોથી ભરેલા ૪ બોક્ષ , ખાલી બેરલ નંગ-૯ મળી કુલ રૂપિયા ૩,૮૪,૨૭૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

ત્રણેય આરોપીઓએ કેવી રીતે બનાવતા હતા આલ્કોહોલિક પીણાઓ ?
ત્રણેય સખ્સો ના કબ્જામાંથી ૧૬૦ લીટર જેટલો ઇથાઇલ આલ્કોહોલનો જથ્થો કબજે કરવામાં આવ્યો, આ ઉપરાંત આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ કે જે આલ્કોહોલ એક પ્રકારનુ ઝેર છે જેનુ સેવન કરવાથી માનવ મૃત્યુ નીપજવુ સંભવ છે તે આઇસો પ્રોપાઇલ આલ્કોહોલનો આશરે ૨૦૦ લીટર જેટલો જથ્થો કબ્જામા રાખી, ત્રણેય સખ્સોએ હર્બલ પ્રોડક્ટના ઓથા હેઠળ આલ્કોહોલીક પ્રોડક્ટનુ ઉત્પાદન કરવાના ઇરાદે, ઇથાઇલ આલ્કોહોલ તથા આઇસો પ્રોપાઇલ આલ્કોહોલની ભેળસેળ કરી, જુદી જુદી બ્રાન્ડની હર્બલ પ્રોડક્ટના ઓથા હેઠળ ઇથાઇલ આલ્કોહોલ તથા આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ યુક્ત પ્રોડકટો બનાવી, તેના ઉપર૧૦૦% ASHVASHAV તથાAMRUT ASHAV AYURVEDIC ARISHTHA તથા KALMEGHASAVA ASAVA-ARISHTHA ના ખોટા સ્ટીકરો લગાવી, તે સ્ટીકરો ઉપર ખોટી માલ નિશાનીઓ (વત્તા તથા સ્ટેટોસ્કોપનુ ચિન્હ) લગાવી, તૈયાર પ્રોડક્ટનુ અલગ અલગ જગ્યાએ વેચાણ કરી, હેરફેર કરી માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા કરી વિશ્વાસઘાત કરી આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ કે જે આલ્કોહોલ એક પ્રકારનુ ઝેર છે જેનુ સેવન કરવાથી માનવ મૃત્યુ નીપજવુ સંભવ છે તેવુ જાણવા છતા તેની ભેળસેળ કરી ગુનાહીત મનુષ્ય વધ કરવાની કરવાની કોશીષ કરી હોવાનું સામે આવ્યું છે.