ખંભાલીયા : કોરોનાની એસીતેસી, જુગારના અખાડામાં તીન પતી રમતા નામીચા સખ્સો પકડાયા

0
605

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા તાલુકાના ગોલણ શેરડી ગામે સ્થાનિક પોલીસે દરોડો પાડી આઠ સખ્સોને રૂપિયા બે લાખની મતા સાથે તીન પતીનો જુગાર રમતા પકડી પાડ્યા છે. પોલીસના દરોડાના પગલે નામીચા સખ્સો  તુરંત પોલીસ સાથે ચાલી નીકળ્યા હતા.

ખંભાલીયા તાલુકાના ગોલણ શેરડી ગામે રહેતા વૃદ્ધ હદુભાઇ નથુભાઇ રૂડાચ પોતાની ગોલણ શેરડી ગામની મઝલા સીમમાં આવેલ વાડીના મકાને બહારથી માણસો ભેગા કરી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી, તીન પતીનો જુગાર રમાડી પૈસાની હારજીત કરતા હોવાની પોલીસને ચોક્કસ જાણ થઇ હતી જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં હદુભાઇ નથુભાઇ રૂડાચ ઉ.વ ૬૦ રહે- ગોલણ શેરડી તા- જામખંભાળીયા, રણમલભાઇ જીવણભાઇ જામ ઉ.વ ૩૮ રહે- માડી.તા- કલ્યાણપુર, રમેશભાઇ લખમણભાઇ ગાગલીયા ઉ.વ ૪૦ રહે- રાવલ તા- કલ્યાણપુર, પરબતભાઇ રણમલભાઇ મોઠવાડીયા ઉ.વ ૪૯ રહે- રાવલ તા- કલ્યાણપુર, નાગજણભાઇ સામતભાઇ મુન ઉ.વ ૩૩ કોટડીયા તા- ખંભાળીયા, રાજાભાઇ પબાભાઇ ડેર ઉ.વ ૫૫ રહે-મોટી ખોખરી તા- ખંભાળીયા, નંગાભાઇ ગીગાભાઇ ગોરાણીયા ઉ.વ ૫૦ રહે- રાવળ તા- કલ્યાણપુર અને પાલાભાઇ શીદાભાઇ રૂડાચ ઉ.વ ૨૭ રહે- ભારા બેરાજા તા- ખંભાળીયા બધા જી- દેવભુમી દ્રારકા વાળા સખ્સો આબાદ પકડાઈ ગયા હતા. પોલીસે આ સખ્સોના કબજામાંથી રૂપિયા ૫૭,૯૫૦ની રોકડ તથા સાત મોબાઇલ ફોન અને રૂપિયા ૧,૨૫,૦૦૦ની કીમતના સાત મોટરસાયકલ સહીત રૂપિયા કુલ રૂ. ૧,૯૯,૯૫૦નો મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here