ખંભાળિયા : પૂર્વ વેરા નિરીક્ષક સામે નોંધાઇ એક હજાર રૂપિયાની લાંચની ફરિયાદ

0
543

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે રાજ્ય વેરા નિરીક્ષક તરીકે ફરજ બજાવતા નિવૃત અધિકારી સામે આજે એસીબીએ એક હજાર રૂપિયાની લાંચ લીધાની ફરિયાદ નોંધાઇ છે.

જામખંભાળીયા ખાતે ઈલેકટ્રીક ફિટીંગ તથા રીપેરીંગનું કામ કરતા આસામીએ જે તે સમયે પોતાના ધંધા માટે જી.એસ.ટી. નંબર મેળવવા અરજી વેટ કચેરીમાં અરજી કરી હતી. તે અરજી અનુસંધાને સ્થળ વિઝીટ કરી એપ્રુવલ આપવા આરોપી મારખીભાઈ રામભાઈ રાવલીયા, તત્કાલીન રાજય વેરા નિરીક્ષક (એસ.ટી.આઈ.) વર્ગ-૩, જી.એસ.ટી. કચેરી, જામખંભાળીયા,એ અરજદાર પાસે રૂ.૨૦૦૦ની લાંચની માંગણી કરતા રકઝકના અંતે રૂ. ૧૫૦૦આપવાનું નક્કી કરેલ ત્યારબાદ બીજા દિવસે આરોપીએ પોતાની જીએસટી ઓફિસમાં અરજદાર પાસેથી રૂ.૧૦૦૦ની લાંચ લીધી હતી. જેની અરજદાર દ્વારા પુરાવા સાથે અરજી કરવામાં આવતા અરજીની પ્રાથમિક તપાસમાં અંતે આ કામના આરોપીએ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, પોતાનો અંગત આર્થીક લાભ મેળવવા ગુન્હાહિત ગેરવર્તણુંક આચરી, અરજદાર પાસેથી લાંચના રૂ.૧૦૦૦ સ્વીકારી હોવાનું ફલીત થયેલ, જેથી આરોપીનાઓ વિરૂધ્ધ દેવભુમી દ્વારકા એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. ૦૪/૨૦૨૧ ભ્રષ્ટાચાર અધિનિયમ સને૧૯૮૮ (સુધારો-૨૦૧૮) ની કલમ-૭(એ) તથા ૧૩(૨) મુજબનો લાંચની માંગણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here