ધ્રોલ નજીક કારની ઠોકરે મોટરસાયકલ દંપતી ચડ્યું, પતિની નજર સામે પત્નીનું મોત

0
695

મોટરસાયકલ ચાલક વૃધ્ધને પણ ગંભીર ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડાયા

જામનગર તા. ૪

જામનગર નજીક રાજકોટ ધોરી માર્ગ પરના ખજુડી ગામના પાટિયા પાસે પુર ઝડપે પસાર થતી કારે મોટર સાયકલને ઠોકર મારી નીપજાવેલ અકસ્માતમાં વૃદ્ધાને ઈજાઓ પહોચતા તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું  છે. જયારે મૃતક વૃધ્ધાના મોટરસાયકલ ચાલક પતીને ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ધ્રોલ તાલુકા મથક નજીક રાજકોટ-જામનગર હાઇવે રોડ પર જામનગર તરફ આવેલ સર્વોતમ હોટલ પાસે ખજુડીના પાટીયા પાસે ગઈ કાલે પાંચેક વાગ્યા આસપાસ પુર ઝડપે દોડતી જીજે ૧૦ ટીએક્સ ૯૧૦૦ નંબરની કારના ચલ્ક્સે જીજે ૧૦ બીપી ૭૦૩૩ નંબરના મોટર સાયકલને ઠોકર મારી હતી. જેમાં મોટર સાયકલ પર રાજકોટ થી સગાડીયા આવતા મોટરસાયકલ ચાલક ચમનભાઈ વ્યાસ ઉવ ૬૩ અને પાછળ બેઠેલ તેમના પત્ની ફંગોળાઈ ગયા હતા. આ બનાવમાં વૃદ્ધને માથામા તથા નાકના ભાગે તથા પગના ભાગે તથા તેમની પત્ની નર્મદાબેન (ઉવ ૫૮)ને માથામા ગંભીર ઇજા અને શરીરે તથા હાથના ભાગે ઓછી વતી ઈજાઓ પહોચી હતી અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર ભરતભાઇ ચમનભાઇ વ્યાસએ કાર ચાલક સામે ધ્રોલ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ધ્રોલ પોલીસે નાશી ગયેલ ચાલકની શોધખોળ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here