દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા નજીક જામનગર રોડ પર આવેલ દાલમિયા ભારત રિફ્રેકટીસ કંપનીના કમ્પાઉન્ડમાંથી કોઈ તસ્કરો છેલ્લા એક માસના ગાળા દરમિયાન રૂપિયા 6,45,000 કિંમતના 30 ટન બોક્સાઈટ ખનીજની ચોરી કરી ગયા નહીં પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કંપનીની કમ્પાઉન્ડ વોલ ટપી કોઈ વાહન દ્વારા તસ્કરોએ ચોરી આચરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા મથકે જામનગર રોડ પર આવેલ દાલમિયા ભારત રેફ્રેકટીસ કંપની માંથી બોકસાઈટની ચોરી થયાની પોલીસ દફતરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કંપનીના મેનેજર રાજીવ રંજન સિંઘ દ્વારા ખંભાળિયા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગત તારીખ 17 12 2022 થી 19 1 2023 ના એક માસના ગાળા દરમિયાન કોઈ અજાણ્યા સખ્સો કંપનીની કમ્પાઉન્ડની દિવાલ ટપી અંદર પ્રવેશ્યા અને કોઈ વાહનમાં કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલ રૂપિયા 6,45,000 ની કિંમત નો 30 ટન બોકસાઈટનો જથ્થો ચોરી કરી ગયા હતા. આ બાબતે ખંભાળિયા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ દાખલ કરી છે. બોક્સાઈટ ચોરીમાં મોટા વાહનનો ઉપયોગ થયો હોવાનો પણ ફરિયાદમાં દર્શાવવામાં આવ્યું છે. જેને લઇને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.