ખંભાળિયા: 15 વર્ષ પૂર્વે લાંચ લેતા પકડાયેલ સરકારી બાબુને 10 વર્ષની સજા

0
240

જામનગર: પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ખંભાળીયા કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર સુરેશભાઇ મોહનભાઇ પટેલ રહે. ખંભાળીયા મુળ રહે.હિંમતનગર વાળાઓને એ.સી.બી.ના સને-૨૦૦૮ ના રૂ.૧૦,૦૦૦/- ની (લાંચ કેસમાં) નામ.સ્પે.એડી. સેશન્સ જજ ખંભાળીયા જી.દેવભુમિ-દ્વારકા ની કોર્ટ દ્વારા ત્રણ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલ છે.

આ કામના ફરીયાદિ ડાડુભાઇ સાજણભાઇ રહે. પ્રગટેશ્વર સોસાયટી,કેરોશીન ડેપો સામે લાલપુર) વાળાઓ દ્વારકાધિશ કન્સ્ટ્રકશનના નામથી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ માં પાઇપ લાઇનનું કોન્ટ્રાકટથી કામ કરેલ તે બિલના નાણા રોકાયેલ હોય તે પાસ થવા અને મળવા આરોપી (સુરેશભાઇ મોહનભાઇ પટેલ ના.કા.ઇ. પા.પુ. અને ગટર વ્યવસ્થા. બોર્ડ ખંભાલીયા વર્ગ-૨ રહેવાસી-રામનાથ સોસાયટી,ગાયત્રી ભવન વાળી શેરી ખંભાળીયા હાલ જીલ્લો દેવભુમી દ્વારકા મુળ રહે. હિંમતનગર,ઇલોરાપાર્ક સોસાયટી) વાળાઓએ રૂા.૩૦,૦૦૦ની લાંચની માંગણી કરી તા:૦૨/૦૯/૨૦૦૮ ના રૂ।.૫,૦૦૦ સાહેદની હાજરીમાં લાંચની રકમ લઇ વાયદા મુજબ રૂા.૧૦,૦૦૦ ની લાંચ સ્વીકારી ટ્રેપ દરમ્યાન પકડાઇ જતા ગુન્હો કર્યો હતો. બાદ જામનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં આરોપી
સુરેશભાઇ મોહનભાઇ પટેલ ના.કા.ઇ. પા.પુ. અને ગટર વ્યવસ્થા. બોર્ડ ખંભાલીયા વર્ગ-૨ સામે દાખલ થયેલ હતો.
આ કેશ આજે સ્પે.બીજા એડી.સેશન્સ જજ વી.પી.અગ્રવાલ ખંભાળીયાની કોર્ટમાં ચાલી જતા તેઓ એ તા.૧૭/૧૦/૨૦૨૩ ના ચુકાદાથી આરોપી ને ભ્ર.નિ. અધિ. સને ૧૯૮૮ ની કલમ ૭ મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦/- દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સખત કેદની સજા તથા ભ્ર.નિ. અધિ. સને ૧૯૮૮ ની કલમ ૧૩(૧)(ધ) તથા ૧૩(ર) મુજબ ગુન્હાના કામે એક વર્ષની સખત કેદની સજા તથા રૂા.૫,૦૦૦/- દંડ જો દંડ ન ભરે તો વધુ છ માસની સખત કેદની સજા કરવામાં આવેલ છે. આ કેસમાં
સરકારી વકીલ એલ.આર.ચાવડા દ્વારા ધારદાર દલીલ કરવામાં આવેલ હતી.
ઉપરોક્ત કેસ અંગે તથા અન્ય કોઇ સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા સત્તાના દુરઉપયોગ અંગેની જાણ એ.સી.બી કચેરીના ટોલ ફ્રી નં.૧૦૬૪, ફોન નંબર ૦૭૯૨૨૮૬૬૭૭૨, ફેક્સ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮ ઇ-મેઇલ:astdir-acb-f2@gujarat.gov.in, વ્હોટસએપ નં ૯૦૯૯૯૧૧૦૫૫ ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા CD દ્વારા અથવા પેનડ્રાઇવમાં પણ માહિતી મોકલવા નાગરીકોને આહવાન કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here