કલ્યાણપુર: દારૂ પીવાની ટેવ ધરવતા પતીએ પત્નીની હત્યા નીપજાવી આપઘાત કર્યો

0
770

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે સોની પરિવારના મોભીએ પોતાની પત્નીને હત્યા નિપજાવ્યા બાદ પોતે પણ ગળાફાંસો ખાય જીવા દોરી ચૂકાવી લીધા ન બનાવ સામે આવ્યો છે માતાની હત્યાને પિતાના આપઘાતને લઈને દંપતીના ત્રણ માસુમ સંતાનો પર આ બધું ટી પડ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. દારૂ પીવાની ટેવ ધરાવતા સોની પરિવારના મોભીને પત્ની સાથે અવારનવાર ઘરકંકાસ થતો હતો. ઘટનાની રાત્રે પણ દંપતિ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો.

અતિ કરુણ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા શૈલેષભાઈ નાથાભાઈ ધધડા નામના સોની યુવાનનો મૃતદેહ રસોડામાં ગળે ટૂંપો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો અને તેના પત્ની જશુબેન પથારીમાં મૃત્યુ પામેલ મૃતદેહ મળી આવ્યો હતો. દારૂ પીવાની ટેવ ધરાવતા શૈલેષભાઈ અને પત્ની જશુબેન વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો બનાવ બન્યો તેની આંગલી રાત્રે દંપતિ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો ત્યારે બંને મોટા બાળકોએ વચ્ચે પડી ઝઘડો શાંત પાડ્યો હતો પરંતુ સવારે શૈલેષભાઈએ પત્ની જશુબેન ને માથામાં ઘા મારી પતાવી દઈ પોતે ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા કલ્યાણપુર પોલીસે ઘટના સ્થળે દોડી જાય બંને અમૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે ભાટિયા ગામે રહેતા મૃતકના મોટાભાઈ હેમંતભાઈ નાથાભાઈ ધધડાએ તેના જ ભાઈ સામે પત્નીની હત્યા સંબંધ ફરિયાદ નોંધાવી હતી.

દારૂ પીવાની ટેવ ધરાવતા આરોપી શૈલેષે તેની પત્ની સાથે અવારનવાર ઝઘડો કરી મારકૂટ કરતા હતા ઘટનાની રાત્રે પણ પત્ની સાથે મારકુટ કરી કોઈપણ રીતે માથાના ભાગે જીવલેણ પ્રહાર કરી પત્નીની હત્યા નીપજાવી આરોપી એ પણ રસોડામાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.વહેલી સવારે આરોપી શૈલેષભાઈએ તેના બે સંતાનોને જગાડી મંદિરે મોકલ્યા હતા ત્યારબાદ પોતે પણ ગળાફાંસો ખાઈ લઇ જીવા દોરી ટૂંકાવી આવી લીધી હોવાનું સામે આવ્યું છે.


આરોપી શૈલેષભાઈ તેના પરિવાર સાથે ભોગાત ગામે લાંબા સમયથી રહે છે. તેઓના પરિવારમાં બે દીકરા અને એક દીકરી છે. સૌથી મોટી દીકરી ખુશી ઉંમર વર્ષ 12 ત્યારબાદ નવ વર્ષીય પુત્ર ધાર્મિક અને સૌથી નાનો છ વર્ષે પુત્ર પાર્થ છે. માતા-પિતાના બંનેના એકસાથે મૃત્યુ નીપજતા ત્રણેય સંતાનો પર આફત આવી પડી છે. પિતાની છત્રછાયા અને માતાની ગોદ ગુમાવતા 5 થી 12 વર્ષના આ ત્રણેય બાળકો એકદમ ગુમ થઈ ગયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here