સીટી બી ડીવીજન પીઆઈ પીપી ઝા ગુંડાગીરી ઉપર ઉતરી ગયા ? બાળકને પોલીસ દફતર બોલાવી માર માર્યો

0
1378

જામનગર સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં ઘણા સમયથી ક્રાઈમ રેશિયો ઉચકાયો છે, હત્યા, હત્યા પ્રયાસ સહિતના ગંભીર ગુનાઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે વધુ એક વખત સીટી ડિવિઝન પોલીસ દફતર વિવાદમાં આવ્યું છે. આ વખતે ખુદ પોલીસ ગુંડાગીરી પર ઉતરી આવી હોય તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. બી ડીવીજન પીઆઈ દ્વારા દ્વારા એક નાબાલીક બાળકને સખત માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.  હોળી વખતે નવાગામ ઘેડ વિસ્તારમાં થયેલ હત્યા પ્રયાસ ગુનાના સંદર્ભે એક બાળકને પોલીસ દફતરે બોલાવ્યા બાદ પીઆઇ ઝાએ તેની ચેમ્બરમાં બાળક સાથે બળ પ્રયોગ કરી સખત માર માર્યો હોવાની ફરિયાદ ખુદ બાળકે કરી છે. ક્રાઈમ રેશિયો ઘટાડવા માટે આ તે કેવો બળ પ્રયોગ?? પોલીસ ગુંડાગીરી પર પુત્રી આવતા જિલ્લા પોલીસ વડા એ પણ વિચારવું રહ્યું.

જામનગર શહેરના નવાગામ ધેડ વિસ્તારમાં રહેતા એક પરિવાર સામે હોળીના તહેવાર દરમિયાન મારા મારી હત્યા પ્રયાસ સંબંધિત ફરિયાદ નોંધાઈ હતી. આ જ પ્રકરણમાં પરિવારના 14 વર્ષીય બાળકને પણ આ ગુનાના કામે સીટી બે ડિવિઝનના સાથે હાજર થવા ફરમાન કર્યું હતું. જેને લઇને તેના માતા સાથે બાળક ગઈકાલે સીટી બી ડિવિઝન પોલીસ દફતર હાજર થયો હતો. થોડીવાર બેસાડ્યા બાદ 14 વર્ષે બાળકને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો હતો. બાળકના કહેવા પ્રમાણે પ્રથમ નામ ઠામ અને અભ્યાસ સંબંધિત વિગતો પૂછ્યા બાદ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને અભદ્ર ભાષા બોલવા લાગ્યા હતા. ત્યારબાદ પીઆઈ પીપી ઝાએ બાળકને ગાલ પર જોરદાર લાફા જીકી દીધા હતા. આટલું ઓછું હોય તેમ પીઆઈએ પોતાના બુટ કાઢી બુટ વડે બાળકની પીઠ પાછળ પણ માર્યો હતો એમ બાળકે જણાવ્યું છે. ત્યારબાદ બાળકને તેની માતાના હવાલે કરાયો હતો. ઘરે પહોંચ્યા બાદ બાળકે માતાને માર માર્યાની ફરિયાદ કરતા તેઓએ જીજી હોસ્પિટલ પહોંચી સારવાર કરાવી હતી ગાલ પર સોજો આવી જતા અને પીઠ પાછળ મુંઢ મારતા જીજી હોસ્પિટલમાં બાળકને સારવાર આપવામાં આવી હતી.

જો ખરેખર બાળકની આ ગુનામાં ભૂમિકા હોય તો પિયા એ માર મારી બાળકને કેમ છોડી દીધો? છેલ્લા લાંબા સમયથી સીટી બી ડિવિઝન પોલીસ દ્ફત્તરમાં ઉપરાઉપરી હત્યાના બનાવો નોંધાયા છે. ત્યારે ક્રાઈમરેટ ઘટાડવા માટે આ તે કેવી સ્ટ્રેટેજી અપનાવી છે ? ખુદ પોલીસવાળા જ ગુંડા બની જાય તો ગુનાનું પ્રમાણ અટકી જશે ? પીઆઇ ઝા જ્યારથી સીટી બી ડિવિઝનમાં આવ્યા છે ત્યારથી ગંભીર ગુનાઓનું પ્રમાણ ખૂબ વધ્યું છે એમ ક્રાઇમ રેટ રેકોર્ડ બોલી રહ્યો છે. નીચલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના આવા વર્તનને કારણે પ્રમાણિક એસપી પ્રેમસુખ ડેલુની પ્રતિષ્ઠાની પણ નીલામી થાય છે ત્યારે આવા અધિકારીઓ ને હાઈ ક્રાઈમ ઝોન વિસ્તારનો હવાલો કેમ સોંપવામાં આવે છે ? તે પણ બાબત અસ્થાને છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here