કાલાવડ : છરી સાથે ઘરે આવેલ સખ્સે વૃદ્ધને ધમકાવી દવા પી લીધી

0
748

જામનગર જીલ્લાના કાલાવડ ખાતે કૈલાશનગર સામે કોળી પા વિસ્તારમાં એક સખ્સે વૃદ્ધના ઘરે પહોચી છરી બતાવી, ધમકાવી પોતે જ દવા પી લેતા દોડધામ મચી ગઈ હતી. આ બનાવના પગલે યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવ અંગે યુવાન સામે ફરિયાદ નોંધી અટકાયત કરી છે.

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા મથકે કૈલાસનગર વિસ્તારમાં કોળી પા માં રહેતા વૃદ્ધ ભીમાભાઇ રૂપાભાઇ સાગઠીયા ગઈ કાલે પોતાના ઘરે હતા ત્યારે ગૌતમભાઇ કાનજીભાઇ સાગઠીયા નામનો સખ્સ ત્યાં છરી સાથે આવી પહોચ્યો હતો. આરોપીએ વૃદ્ધ સાથે જેમ તેમ વાણી વિલાસ આચરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આ જ સખ્સ પોતાના હાથેથી ઝેરી દવા પી લઇ આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર સાથે દોડધામ મચી જવા પામી હતી. જેને લઈને યુવાનને તત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ સખ્સ સામે વૃદ્ધની ફરિયાદ નોંધી હોસ્પિટલથી રજા આપી દેવાતા કબજો સંભાળી કોવિડ ટેસ્ટ કરાવવા તજવીજ  શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here