એલર્ટ : જામનગરમાં નોંધાયો ઓમીક્રોન વોરીયંટનો શંકાસ્પદ કેસ

0
3479

જામનગર : આજે કર્ણાટક ખાતેથી એક સાથે ખુબ જ ઘાતક ગણાતા નવા ઓમીક્રોન વોરીયંટના બે શંકાસ્પદ કેસ નોંધાતા ભારતભરમાં ચિંતા પ્રસરી ગઈ છે. આ મહામારી સામે દેશભરનું આરોગ્ય તંત્ર દ્વારા મથામણ શરૂ થઈ છે ત્યારે જામનગરથી પણ માઠા સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે વિદેશની હિસ્ટ્રી ધરાવતા હાલ એક આધેડ દર્દી પોઝીટીવ આવતા તેઓને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના પોજીટીવ જાહેર થયેલ દર્દીને ઓમીક્રોન વેરિયન્ટ છે કે કેમ ? જેની પુષ્ટિ કરવા જીજી હોસ્પિટલ તંત્રએ દર્દીના જરૂરી નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા છે. નવા વેરીયંટની ભારતમાં એન્ટ્રી થઇ ચુકી છે ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરવતા દર્દીના રીપોર્ટ પર સવિશેષ નજર રહેશે.

જામનગરમાં આજે વધુ એક પોજીટીવ દર્દી નોંધાયો છે. સતત વધતા જતા કોરોનાગ્રાફને લઈને શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્રણ દિવસ પૂર્વે એક જ પરિવારના સાત દર્દીઓ નોંધાયા હતા. જો કે ત્યારબાદ સતત બે દિવસમાં બે કેસ નોંધાયા હતા. સતત વધતા જતા કોરોનાગ્રાફ ચિંતાનો વિષય તો છે જ પણ આજે આ ચિંતા બેવડાઈ છે. કારણ કે કોરોનાના નવા વોરીયંટ ભારતમાં દસ્તક દઈ ચુક્યો છે. ખુબ જ ઝડપી ચેપી એવા ઘાતક આ વોરીયન્ટને લઈને દેશમાં નવી ચિંતા ઉમેરાઈ છે ત્યારે આજે જામનગરમાં નોંધાયેલ દર્દી ઓમીક્રોન વોરીયન્ટ શંકાસ્પદ જાહેર થયો છે. જી જી હોસ્પિટલમાં પોજીટીવ જાહેર થયેલ દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા છે. આ દર્દી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ઓમીક્રોનના શંકાસ્પદ દર્દીના પગલે આરોગ્ય તંત્ર સહીત શહેરમાં ચિંતા બેવડાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here