કાલાવડ : પોલીસે જોયું તો..બાર ચોપડી પાસ ઘોડા ડોકટર દર્દીઓના આરોગ્યની ચકાસણી કરતો’તો

0
937

જામનગર : જામનગર જિલ્લામાં ગત સપ્તાહે માત્ર દસ ધોરણ ભણેલો શખ્સ છડેચોક દર્દીઓના આરોગ્ય સાથે છેડા કરી જનરલ સ્ટોરમાં ક્લિનિક ચલાવત પકડાયા બાદ વધુ એક બોગસ ડોક્ટરની બોગસ પ્રેક્ટિસ ઉઘાડી પડી છે. કાલાવડ તાલુકાના ખાન કોટડા ગામેં જામનગરથી અપડાઉન કરી કોઈ પણ ડીગ્રી વગર મેડિકલી પ્રેક્ટિસ કરતા ઘોડા ડોક્ટરને પકડી પાડ્યો છે.

જામનગર નજીકના વિજયપુર ગામેથી એસઓજીએ દરોડો પાડી માત્ર ધોરણ દસ સુધી ભણેલા શખ્સને જનરલ સ્ટોર અંદર મેડિકલ પ્રેક્ટિસ કરતા પકડી પાડ્યો હતો. માત્ર અઠવાડિયાનો સમય થયો હશે આ ઘટનાને ત્યાં વધુ એક ઘોડા ડોક્ટરની ગેર કાયદેસરની પ્રેક્ટિસ ઉઘાડી પડી છે. જેમાં કાલાવડ તાલુકા મથક નજીક આવેલ ખાનકોટડા ગામે ગામના પાદરમા ડો.કલ્પેશ પટેલ નામના દવાખાનામા જામનગર એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો.જેમાં કલ્પેશભાઇ જિવરાજભાઇ ઉમરેટીયા જાતે પટેલ ઉવ.૩૫ રહે પુશકરધામ બ્લોક નં ૧૫૫ રણજીતસાગર રોડ તા.જી.જામનગર વાળો શખ્સ મેડીકલ ડોકટર ને લગત કોઇ ડીગ્રી ધરાવતા ન હોવા છતા દર્દીઓને તપાસી દવાઓ આપતા હોય તેમજ પોતાના કબ્જામા એલોપથી દવાનો સ્ટોક રાખી અને અન્ય મેડિકલી સાધનો સાથે મળી આવ્યો હતો. આ શખ્સ સામે ગ્રામ્ય પોલીસે મેડીકલ પ્રેક્ટીશનર્સ એકટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ કાર્યવાહી કરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન આ શખ્સ માત્ર ધોરણ બાર ભણેલો હોવાનું અને જામનગરથી અપડાઉન કરતો હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here