જામનગર :અમેરિકામાં નોકરી કરતા આહીર યુવાનનું ન્યુજર્શીમાં મોત, શોક છવાયો

0
2632

જામનગર : જામનગરમાં રહેતા આહીર પરિવારના અમેરિકામાં નોકરી કરતા એક યુવાન પુત્રનું ન્યુજર્સી ખાતે સર્જાયેલ અકસ્માતમાં મૃત્યુ નીપજયુ છે. આ માઠા સમાચારને લઈને જામનગર રહેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ભારતમાં અભ્યાસ કરી તાજેતરમાં અમેરિકાના ન્યુજર્શી ખાતે યુવાન સ્થાઈ થયો હોવાની વિગતો જાણવા મળી છે.

ગયા મહીને જુનાગઢના એક આહીર પરિવારના યુવાન પુત્રનું અમેરિકામાં કોરોનાથી મૃત્યુ થયુ હતું. આ  સમાચારે સમગ્ર રાજય સહીત આહીર સમાજમાં શોક ઉભો કર્યો હતો આ શોક હજુ સમયો નથી ત્યાં જામનગરના એક આહીર પરિવાર પર અમેરિકાથી વધુ એક દુખદ સમાચાર આવ્યા છે. જામનગરમાં આસોપાલવ સોસાયટીમાં રહેતા મૂળ આંબરડીના ડાંગર પરિવારનો યુવાન પુત્ર વિરમ અમેરિકાના અમેરિકાના ન્યુજર્સી ખાતે નોકરી અર્થે સ્થાઈ થયો હતો.

લોકડાઉન પૂર્વે અમેરિકા ગયેલ વિરમ ગઈ કાલે પોતાના મિત્ર સાથે ન્યુજર્સીના અન્ય મિત્રોના ઘરે જતો હતો ત્યારે તેઓની કારને અન્ય કારે ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો, વિરમનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જામનગર પરિવારને જાણ થતા પરિવાર સહિત આહીર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારના સદસ્યોના જણાવ્યા અનુસાર બનાવ અમેરિકાના સમય મુજબ ગઈ કાલે સવારે આ બનાવ બન્યો છે જેની મોડી રાત્રે જાણ થઇ હતી. જો કે મૃતક યુવાનની અંતિમ વિધી ન્યુજર્શીમાં કરવાનું હાલ નક્કી કરાયું છે. મૃતક યુવાનની અમેરિકામાં રહેતા એક આહીર પરિવારમાં જ સગપણની વાતચીત ચાલતી હોવાનું જાણવા મળ્યું છે. બે ભાઈ પૈકીના નાના ભાઈના મૃત્યુના પગલે પરીવાર સહિત સમાજમાં શોક છવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here