જામનગરની યુવતી આણી ટોળકીની દ્વારકામાં હોટ હની ટ્રેપ : ખળભળાટ

0
2844

જામનગર : જામનગર જીલ્લાની યુવતી અને તેની સાથેની ટોળકીના સભ્યોએ દ્વારકા જીલ્લામાં કામણ પાથરી ત્રણ-ચાર માલેતુજાર સખ્સોને સીસામાં ઉતારી લીધાની વિગતો સામે આવતા ખડભાડાટ મચી ગયો છે. આવતી કાલ સુધીમાં હની ટ્રેપની ફરિયાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ગરમાગરમ હોટ  હનીટ્રેપ હાલારમાં બંને જિલ્લાઓમાં હોટ ટોપિક બન્યો છે.

માલેતુજાર રંગીન મિજાજી સખ્સોને પ્રેમ જાળમાં ફસાવી અનેક ટોળકીઓએ રાજ્યભરમાં અનેક સખ્સો સામે હનીટ્રેપ ગોઠવી હોવાની ઘટનાઓ સામે આવતી રહી છે. ત્યારે આવી જ હની ટ્રેપ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આકાર પામી છે. જેમાં જામનગર જીલ્લાના ખંભાળિયા રોડ પર આવેલ એક ગામડાની યુવતીએ પોતાની ટોળકી બનાવી પ્રેમજાળના નામે ખનખનિયા વાળા યુવાનો સુધી પ્રેમનું નાટક કરી, શરીરના સોદા કર્યા બાદ આ જ વાતને લઈને પરદા પાછળ રહેલ ટોળકી મેદાનમાં આવતી અને જે તે રંગીન  મિજાજી યુવાન સુધી પહોચી પૈસા પડાવી લેતી હતી.

તાજેતરમાં યુવતી અને ટોળકીએ દ્વારાકા જીલ્લાના કલ્યાણપુર પંથકના એક યુવાનને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવવા પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના દ્વારકા એસઓજી સુધી પહોચ્યુ હતું. એસઓજી પીઆઈ પટેલની આગેવાની નીચે તાતકાલીક તપાસ કરાવી યુવતી સહિતની ટોળકીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ ટોળકી હાથ વેત માં હોવાનું જાણવા મળ્યું છે. આ ટોળકીએ કલ્યાણપુર પંથંકના યુવાન સિવાય પણ અન્ય ત્રણ-ચાર સખ્સોને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાની વિગતો સામે આવી છે. આવતી કાલ સુધીમાં દ્વારકા પોલીસ દ્વારા આ પ્રકરણની વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવશે એમ પણ જાણવા મળ્યું છે. બીજી તરફ હની ટ્રેપની ઘટનાને લઈને હાલ બંને જીલ્લામાં આ બાબત ટોકીન પોઈન્ટ બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here