જામનગર: ધરારનગર વિસ્તારમાં આવેલ આવાસમાં ભાડાના મકાનમાં રહેતા યુવાનની ઘાતકી હત્યા નિપજાવામાં આવી છે. પત્નીના મિત્ર સાથેના અનૈતિક સબંધ યુવાનને હત્યા સુધી દોરી ગયા હોવાનું સામે આવ્યું છે. ટ્રક ચાલક મૃતકના ઘરે આવતા જતા તેના જ મિત્રને તેની પત્ની સાથે સબંધ બંધાઈ ગયા બાદ દંપતી વચ્ચે થતા સતત કજિયાનો અંત લાવવા અને અનૈતિક સબંધમાં આડખીલી બનેલ પતિને પતાવી દેવા વારદાતને અંજામ આપવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. મૃતકના મોટાભાઈએ ત્રણ સખ્સો અને મૃતકની પત્ની સામે શંકા દર્શાવી ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે. પોલીસે મૃતકની પત્નીની પણ ઉલટ તપાસ શરુ કરી હુમલો કરી નાશી ગયેલ બે સખ્સોની વિધિવત શોધખોળ શરુ કરી છે.
જામનગરમાં ચકચાર જગાવનાર આ પ્રકારની વિગત મુજબ ખોળ મિલના ઢાળિયા નજીક આવેલ વીર સાવરકર ભવન આવાસના ચોથા માટે રહેતા ૩૫ વર્ષીય ઈકબાલ ગનીભાઈ કુરેશી નામના યુવાનની ગતરાત્રિના રોજ ઘાતકી હત્યા નિપજાવવામાં આવી હતી. મોડી રાત્રે ઘરમાં ઘુસી આવેલા ઈમ્તિયાઝ બસીરભાઈ જોખિયા, કિશનએ છરી વડે હુમલો કરી ઇકબાલના પેટમાં, છાતીમાં, કમરમાં તેમજ પડખાના ભાગે ઉપરા ઉપરી છરીના ઘા મારી તેમનું ઢીમ ઢાળી દીધું હતું. 12 વર્ષ પૂર્વે મૃતક ઈકબાલના લગ્ન રાજકોટની કરિશ્મા સાથે થયા હતા. આ લગ્ન ગાળા દરમિયાન ઇકબાલ અને કરિશ્મા ને ત્રણ પુત્રો આહિલ, મહમ્મદ ઇજાન અને મોહમ્મદ ઈર્શાદ સંતાનો થયા હતા. છેલ્લા બેક વર્ષથી ઇકબાલ પરિવારથી અલગ રહી ટ્રક ચલાવવાનું કામ કરતા હતા .
છેલ્લા બે અઢી માસથી દંપતી વચ્ચે કજીયો થતા તેની પત્ની કરિશ્મા ઈકબાલથી અલગ થઈ નવાગામ ઘેડ વિસ્તારમાં તેના નાના દીકરા મોહમ્મદ ઈર્સાદ સાથે એકલી રહેતી હતી. જ્યારે મોટો દીકરો આહિલ તેના નાનીના ઘરે રાજકોટ રહે છે અને નાનો દીકરો મોહમ્મદ ઇજાન તેના કાકા ના ઘરે રહે છે. ટ્રકમાંથી જ્યારે ઇકબાલ પરત ફરતો ત્યારે તેના ભાઈને ત્યાં રહેતા દીકરા મોહમ્મદ ઈજાનને પોતાના ઘરે લઈ જતો હતો. ગઈકાલે તેના ભાઈના ઘરેથી તેના પુત્ર મોહમ્મદ ઇજાનને લઇ તે આવાસ ગયો હતો. જ્યાં મોડી રાત્રે ઘરમાં ઘુસી ઈમ્તીયાસ અને કિસને છરી વડે હુમલો કરી ચોતરફા પ્રહાર કરી પતાવી દીધો હોવાની વિગતો પોલીસમાં જાહેર થઈ છે.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ ગુલામ હુસેન કુરેશી એ મૃતકના જ મિત્ર ઈમ્તિયાઝ બસીર જોખિયા કિશન અને શકદાર તરીકે તેની ભાભી કરિશ્મા ખુરેશી સામે ફરિયાદ નોંધાવી છે.હુમલો કરનાર ઈમ્તિયાઝ જોખિયા અને મૃતક ઈકબાલ વચ્ચે મિત્રતા હતી અને ઘરે આવવા જવાનો વહેવાર હતો. ઘરે આવન જાવન દરમિયાન તેને ઇકબાલની પત્ની કરિશ્મા સાથે અનૈતિક સંબંધ બંધાયો હતો. આ સંબંધમાં ઇકબાલ આડે આવતો હોવાથી ઈમ્તિયાઝએ કિસનને સાથે રાખી ઇકબાલને પતાવી દીધો હોવાની વિગતો પોલીસમાં જાહેર થઈ છે. આ હત્યા પ્રકરણમાં મૃતક ઈકબાલની પત્ની સામે પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે ત્રણેય સામે આઈપીસી કલમ 302 મુજબ ફરિયાદ નોંધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.