જામનગર: જીજી હોસ્પિટલ માં ફરજ બજાવતા ક્લાર્ક ₹ 25 હજારની લાંચમાં સપડાયા

0
5343

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં ફરજ બજાવતા ક્લાર્ક ₹ 25000ની લાંચના છટકામાં સપડાયા છે. જોકે એસીબીની ગંધ આવી જતા લાંચની રકમ ફરિયાદીને પરત આપી આરોપી નાસી ગયો છે. પરંતુ એસીબીએ ગુનો નોંધી આરોપી ક્લાર્કની શોધખોળ શરૂ કરી છે. ફરિયાદીને હૃદય રોગની બીમારી હોવાથી બદલી કરાવવા માટે આપેલ રિપોર્ટની ખરાઈ કરવા માટે ફરિયાદીએ મેડિકલ તપાસણી કર્યા બાદ પ્રમાણપત્ર મોકલી આપવાના બદલામાં લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. જોકે આરોપીએ અઢી લાખની લાંચ માગી હતી પરંતુ રકજકના અંતે ₹ 45000માં નક્કી થયું હતું. અગાઉ ફરિયાદીએ 20,000 રૂપિયા આપી દીધા બાદ આજે વધુ 25000 રૂપિયા દેવાનો વાયદો કરાયો હતો.

અઠવાડિયા પૂર્વે સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરજ બજાવતા પોલીસ કર્મી સામે નોંધાયેલી એસીબીની ફરિયાદ બાદ વધુ એક એસીબીની સફળ ટ્રેપ થઈ છે. ફરિયાદીને વર્ષ 2014 થી હૃદય રોગની બીમારી થઈ હતી. જેના કારણે ફરિયાદીએ તેમના વિભાગમાં વતનથી નજીક સ્થળે બદલી કરાવવા બાબતે બદલી રિપોર્ટ આપ્યો હતો. જે સબબ ફરિયાદીને તેના વિભાગે હૃદય રોગને ખરાઈ કરાવવા માટે મેડિકલ બોર્ડ ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ જામનગર ખાતે તપાસની અર્થે મોકલવામાં આવ્યા હતા.

મેડિકલ પ્રમાણપત્ર આપવા મેડિકલ બોર્ડમાં ફરજ બજાવતા ક્લાર્ક અશોક ધીરુભાઈ પરમાર પાસેથી મેડિકલ પ્રમાણપત્ર મોકલી આપવાના બદલામાં અઢી લાખ રૂપિયાની લાચ માગી હતી. જોકે ફરિયાદીએ થોડી રકચક કરતા આરોપીએ ₹ 45000 લાંચની રકમ આપવાનું નક્કી કર્યું હતું. અગાઉ આરોપીએ ₹20,000 ની રકમ સ્વીકારી લીધી હતી અને આજે બાકીના 25000 રૂપિયા આપવાનો વાયદો કરાયો હતો. જેને લઇને ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. બોટાદ એસીબી દ્વારા આજે ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ ના મેડિકલ બોર્ડ વિભાગની કચેરી ખાતે ટ્રેક ગોઠવી હતી બપોરે એકાદ વાગ્યે ગોઠવવાની આરોપી અને ફરિયાદી મળ્યા હતા અને આરોપી એ ફરિયાદી પાસેથી લાંચ ની રકમ સ્વીકારી લીધી હતી ત્યારબાદ તેને એસીબી ની ટ્રેપની શંકા જતા વાંચની રકમ ફરિયાદીને પરત આપી હોસ્પિટલ થી નાસી ગયો હતો આ બાબતે એસીબી અમરેલી દ્વારા આરોપી અશોક ધીરુભાઈ પરમાર સામે ફરિયાદ નોંધ શરૂ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here