jamnagar: જામનગરમાં પોલીસની આડમાં નકલી પોલીસ ફરી રહી છે. સીટી સી ડીવીજન પોલીસ દફતરમાં વધુ એક લુંટાયેલ યુવાને ફરિયાદ દાખલ કરાવી છે. ઓવરબ્રીજ પાસે ઉભેલ યુવાનને પોલીસવાળા તરીકેની ઓળખ આપી બે લુટારુઓ પરાણે અપહરણ કરી, અર્ધ રસ્તે લુંટી લઇ નાશી ગયા છે. પીધેલનો કેસ કરવાની ધમકી આપી બંને સખ્સોએ યુવાનના ખિસ્સામાંથી સાડા નવ હજારની રોકડ રકમ લુંટી ફરાર થઇ ગયા છે.
જામનગર શહેરમાં હત્યા, મારામારી, ધાક ધમકી અને લુંટ સહિતના ગુનાઓનું પ્રમાણ ખાસ્સું વધ્યું છે. મોટા અધિકારીઓ પોતાની ધાક હોવાની હવાઓ ઉભી કરી રહ્યા છે ત્યારે ગુંડા સખ્સો એક પછી એક બનાવને અંજામ આપતા જાય છે. ચારેક માસ પૂર્વે એક યુવાનને અંધાશ્રમ પાસે લુટી લેવાયા બાદ વધુ એક વારદાત સામે આવી છે. જો કે આ લુટારુ સખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા પણ રોફ ઉભો નહી કરી શકતા વધુ એક વારદાતને અંજામ આપવામાં લુટારુઓ પોલીસથી આગળ નીકળી ગયા છે. આ વખતે તો ખુદ પોલીસના સ્વાંગમાં લુટ ચલાવી હોવાનું સામે આવ્યું છે. બન્યું એવું કે, મૂળ દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના વીરપુર ગામના અને હાલ સેતાલુસ ગામે રહી રિલાયન્સ કંપનીમાં કોન્ટ્રાકટ પેઢીમાં કામ કરતા ભલાભાઈ અમરાભાઈ લાબરીયા પોતાને મેડીકલ ફીટનેશ પ્રમાણપત્ર કઢાવવાનું હોવાથી જામનગર આવ્યા હતા.
સમર્પણ હોસ્પિટલમાં ભીડ હોવાથી તેઓ પરત ઘરે જવા માટે તેઓ ઓવરબ્રીજ પાસે વાહનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે એક મોટરસાયકલમાં બે સખ્સો આવ્યા હતા અને અમે પોલીસવાળા છીએ તમે દારૂ પીધેલા છો તમારી પર કેસ કરવાનો છે. અમારી સાથે ચાલો એમ કહી આશરે ૩૫ વર્ષની ઉમર નો બીજો આશરે ૩૦ વર્ષ ની ઉમર નો મુછો વાળા માણસે તેઓને મોટરસાયકલમાં બેસાડી સીટી સી ડીવીજન પોલીસ સ્ટેશન લઇ જવા ચાલતી પકડી હતી. ખોડિયાર કોલોનીથી શાક માર્કેટ તરફના રોડ પર લઇ જઈ ક્રિષ્ના સ્કુલ પાસે બાઈક ઉભું રાખી યુવાનનને નીચે ઉતારી ધાક ધમકીઓ આપવા લાગી, પેન્ટના ખિસ્સામાં હાથ નાખી યુવાન પાસે રહેલ પાંચસોના દરની ૧૯ નોટો રૂપિયા સાડા નવ હજાર કાઢી લઇ, બીભત્સ વાણી વિલાસ આચરી પોતાનું એક્સેસ લઇ નાશી ગયા હતા. ત્યારબાદ યુવાને ઘરે જઈ પોતાના ભાઈને વાત કરી પોલીસે દફતરે પહોચી બંને સખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
ચાર માસમાં બીજી ઘટના સામે આવી છે પોલીસનો કોઈ ડર રહ્યો હોય તેમ યુવાન લુટાઈ ગયો, પોલીસે પોતાની આબરૂ બચાવવા હવે મેદાને પડવું પડશે અને બંને સખ્સોને કાયદાનો પરચો બતાવવો પડશે અન્યથા પોલીસની આબરુની લીલામી થઇ રહી છે તેને વધુ દાગ લાગશે. ખાસ તો ડી સ્ટાફની પકડ અહી પોલીસ સ્ટેશનમાં એકદમ ઢીલી હોય તેવું વર્તાઈ રહ્યું છે. કારણ કે પહેલા બનાવ બાદ આરોપીઓ પકડાઈ ગયા છતાં બીજી ઘટના સામે આવી છે આ ઘટના પોલીસની કાર્યવાહી સામે પણ શંકાઓ ઉભી કરી રહી છે.