જામનગર: બેડ ગામે મહિલાના ઘરમાં ચાલતા લાખેણા જુગાર પર પોલીસની રેડ

0
1218

jamnagar: જામનગર તાલુકાના બેડ ગામે સિક્કા પોલીસે દરોડો પાડી મહિલા ના ઘરમાં ચાલતા જુગાર ધામને પકડી પાડ્યું છે પોલીસે મહિલા સહિત પાંચ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે પોલીસ રેડ દરમિયાન એક લાખ પંદર હજારની રોકડ અને એક મોટરસાયકલ તથા પાંચ મોબાઇલ ફોન સહિત નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જામનગર નજીક ખંભાળિયા ધોરીમાર્ગ ઉપર આવેલા બેડ ગામે ક્રિષ્ના ક્લિનિકની બાજુમાં રહેતી દિવ્યાબેન મહેશભાઈ કાથરાણી નામની મહિલાના ઘરમાં જુગાર ધામ ચાલતું હોવાનું સિક્કા પોલીસને ચોક્કસ હકીકત મળી હતી. આ વિગતના આધારે સિક્કા પોલીસે મોડી રાત્રે દરોડા પાડ્યો હતો.

આ દરોડામાં મહિલા ઉપરાંત જુગાર રમી રહેલા દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોરજર ગામના ઉમંગભાઈ પ્રવીણભાઈ પરમાર,બેડ ગામમાં રબારીવાસમાં રહેતા હસમુખભાઈ ધરમશીભાઈ કણજારીયા તથા મોરજર ગામના હિરેનભાઈ અશ્વિનભાઈ પરમાર, જામનગર તાલુકાના આમરા ગામના પરસોતમભાઈ દેવજીભાઈ ધારવીયા નામના પાંચ શખ્સો આબાદ ઝડપાઈ ગયા હતા. પોલીસે આ તમામ શબ્સોના કબજા માંથી રૂપિયા એક લાખ પંદર હજારની રોકડ અને પાંચ મોબાઇલ તથા મોટરસાયકલ સહિત એક લાખ 70 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે મહિલાને નોટિસ આપી મુક્ત કરી હતી. જ્યારે અન્ય આરોપીઓની અટકાયત કરી હતી આ દરોડા ના પગલે બેડ ગામમાં ચર્ચાઓ જાગી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here