JAMNGAR: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે રહી ભાડાનું વાહન ચલાવતા એક પિતાએ પોતાની પુત્રીને ધોરણ 10 સુધી અભ્યાસ કરાવી લીધો કારણકે એક છેલબટાઉ શખ્સ પુત્રીની પાછળ પડી ગયો હતો. પિતાએ પુત્રીને અભ્યાસ કરવા માટે રોકાવી લીધા બાદ પણ આ શખ્સ દ્વારા તેણીનો પીછો ન છોડાવ્યો અને વારે વારે તેણીના પિતાને ધમકાવતો રહ્યો અંતે કંટાળી પિતાએ આ સામે સ્થાનિક પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી છે.
ધ્રોલ તાલુકા મથકે રહી ભાડાનું વાહન ચલાવતા એક પિતાએ પોલીસ દ્ફતરે પહોંચી પોતાની પુત્રીને લઈને પોતાને મળેલ ધમકી અંગેની ફરિયાદ નોંધાવી છે. તાલુકા મથકે કુંભાર શેરી માં રહેતા નિખિલ સુરેશભાઈ વાઘેલા નામના આરોપીએ અવારનવાર ફોન કરી ધક ધમકીઓ આપવા લાગ્યો હતો. ‘તારા ખાનદાનમાંથી મને કોઈ ભેગું થયું ને તો તેના ન થયા હોય એવા હાલ કરીશ’ ને તારા બાપની પાઘડી ન ઉતારું તો નિખિલ નહીં’ એમ ધમકીઓ આપતો હતો. તમારા ઘરના કોઈ મારા ઘર પાસેથી નીકળશે તો તેઓને મુકેશ નહીં એમ કહી મારવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. આ ફોન કોલ સિવાય પણ ઘણી વખત ફોન કરી આરોપીએ 16 વર્ષીય પુત્રીના પિતાને ધમકીઓ આપી હતી.
આ ધાક ધમકીઓ આપવા પાછળનું કારણ એ છે કે એક વર્ષ પહેલા યુવાનની સગીર પુત્રી ધોરણ 10માં અભ્યાસ કરતી હતી ત્યારે નિખિલ તેણીની પાછળ પડ્યો હતો. આ વાતની જાણ થતા તેણીના પિતાએ 16 વર્ષની પુત્રીને ધોરણ 10 ની પરીક્ષા અપાવી સ્કૂલે જવાનું બંધ કરી દીધેલ હતું. આ વાતને લઈને સગીરાના પિતાએ આરોપી ના પરિવાર સુધી પહોંચી તેનો સંપર્ક ન કરવા પણ કહ્યું હતું પરંતુ આરોપી ન સમજ્યો અને અવારનવાર ધાક ધમકીઓ આપતો રહ્યો. ધ્રોલ પોલીસે આરોપી સામે ધક ધમકીઓ આપવા ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.