
જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામે જમાઈપરામાં રહેતા બે કોળી પરિવારો વચ્ચે ગલીમાં રમતા છોકરાઓ વચ્ચે થયેલ ઝઘડાને લઈને બોલાચાલી બાદ એક પરીવારે અન્ય પરિવાર પર હુમલો કરી યુવાનની હત્યા નીપજાવી છે.લાકડીનો જીવલેણ ઘા યુવાનના માથામાં પ્રહાર થતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જયારે મૃતકના બે ભાઈઓને પણ ઈજા પહોચી હોવાનું જાણવા મળ્યું છે. જામજોધપુર તાલુકામાં થોડા દિવસો પૂર્વે થયેલ હત્યા બાદ વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે તાલુકાના શેઠ વડાળા ગામે જમાઈપરામાં રાહેતા પીયુષભાઇ તથા આ જ શેરીમા રહેતા આરોપી પ્રકાશભાઇ બાબુભાઇ મકવાણાના બાળકો શેરીમા રમતા હોય જે બાબતે બોલાચાલી થઈ હતી. જેને લઈને આરોપી પ્રકાશભાઇ બાબુભાઇ મકવાણા તથા રણછોડભાઇ બચુભાઇ મકવાણા તથા કાનજીભાઇ બચુભાઇ મકવાણા હાથમા લાકડીઓ લઇ તેમજ તેની સાથે બાબુભાઇ બચુભાઇ મકવાણા આવી ઝઘડો કર્યો હતો.

આરોપી બાબુ બચુ એ પીયુસભાઈનાભાઇ રમેશભાઇ ભાણજીભાઇ વીરમગામા ઉ.વ.૪૨ વાળાને પકડી રાખી પ્રકાશ બાબુએ માથામા લાકડીનો ઘા મારી ગંભીર ઇજા પહોચાડી હત્યા નીપજાવી હતી. તેમજ કાનજી બચુ એ ફરી. ને લાકડી વડે શરીરના ભાગે મુંઢ ઇજા કરી તથા રણછોડ બચુ એ સાહેદ પીયુષને લાકડી વડે કપાળના ભાગે ઇજા કરી આરોપી દયાબેન તથા રવી બાબુ પાછળથી આવી જેમફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે પોલીસે અઆરોપીઓ પ્રકાશભાઇ બાબુભાઇ મકવાણા, તેઓના પિતા બાબુભાઇ બચુભાઇ મકવાણા, કાકા કાનજીભાઇ બચુભાઇ મકવાણા, રણછોડભાઇ બચુભાઇ મકવાણા, દયાબેન બાબુભાઇ બચુભાઇ મકવાણા, રવિભાઇ બાબુભાઇ મકવાણા રહે. બધા જમાઇપરા સોસાયટીવાળાઓ સામે શેઠવડાળા પોલીસે હત્યા અને હુમલા સબબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.