જામનગર જિલ્લાના આ ગામડાઓમાં ઝાપટાઓથી માંડી બે ઇંચ વરસાદ

0
1475

જામનગ જિલ્લાના જામનગર, લાલપુર, જામજોધપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ઝાપટાથી માંડી બે ઇંચ વરસાદ પડ્યો છે. વિધિવત ચોમાસામાં પ્રારંભે જ અમુક ગામડાઓમાં વાવણી લાયક વરસાદ પડી જતા ખેડૂતવર્ગમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. હજુ પણ વરસાદી જોર યથાવત છે ત્યારે આજે પણ બપોર બાદ વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગઈ કાલે સમગ્ર સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ રચાયો હતો. ભાવનગર અને અમરેલી સહીત જામનગર જીલ્લામાં વરસાદ પડ્યો હતો. ચોમાસાના પ્રારંભે વરસાદ પડતા આ વર્ષે સારા વરસાદની આસ બંધાઈ છે. જામનગ જીલ્લાની વાત કરવામાં આવે તો ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગર, લાલપુર અને જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં ગઈ કાલે બપોર બાદ વરસાદ વરસ્યો છે. જામનગર તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જામનગર શહેર સહિત ગામડાઓમાં વરસાદ પડતા વાતાવરણ ઠંડું બન્યું હતું. જોકે ઉકળાટ યથાવત રહ્યો છે.

જામનગર તાલુકાના અલીયાબાડા ગામમાં સૌથી વધુ બે ઇંચ વરસાદ પડ્યો છે. જયારે આસપાસના જગા મેડી સહિતના ગામડાઓમાં પણ ખેતરો બહાર પાણી નીકળી ગયા હતા. અલીયાબાડ આસપાસના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ પડી જતા ખેડૂતોમાં હરખની હેલી ફેલાઈ ગઈ હતી. જયારે મોટી બાણુંગાર, નાની બાણુંગારમાં પણ વાવણી લાયક વરસાદના અહેવાલ સાંપડી રહ્યા છે. ફલ્લા ગામમાં પાંચ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ચંગા, ચેલા, વસઈ, આમરા, ચંદ્રગા સહિતના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જયારે લાલપુર તાલુકાના ખાવડી, કાના શિકારી, પીપળી, હરિપર અને પડાણા સહિતના ગામડાઓમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે જામજોધપુર તાલુકાના વાંસજાળિયા સહિતના ગામડાઓમાં પણ ઝાપટા પડ્યા હતા.

ભાણવડમાં ચાર કલાકમાં બે ઇંચ વરસાદ

દેવભૂમિ દ્વારકા જીલ્લાના એક માત્ર ભાણવડમાં વરસાદ નોંધાયો છે. તંત્રના આકડાઓ મુજબ ભાણવડમાં બપોર બાદ વરસાદી માહોલ રચાયો હતોં અને ચારથી આઠ વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ વરસી ગયો હોવાના અહેવાલ છે. જેમાં ચારથી છ વાગ્યાના ગાળામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો હોવાના આકડાઓ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here