JAMNAGAR: દ્વારકાના ખંભાળિયા ખાતે એક જ રાતમાં ત્રણ ચોરીના બનાવો સામે આવ્યા છે ધરમપુર વિસ્તારમાં એક મકાનમાંથી સાડા પાંચ લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના અને રોકડ સહિતના મુદ્દા માલની તેમજ અન્ય બે મકાનમાંથી મામુલી ચોરી થવા પામી હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે ત્રણેય બનાવને એક ફરિયાદ થી તપાસ શરૂ કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે ધરમપુર ગામે જલારામ નગર પટેલ બેકરી પાછળ રહેતા વિજયભાઈ રવજીભાઈ ચોપડાના મકાનમાં મતદાર ચોરી થવા પામી હતી તારીખ 14 મીના રોજ રાત્રે આશરે દશેક વાગ્યે પરિવારના સભ્યો સૂઈ ગયા હતા ત્યારે ઘરની સીડીની અગાસી પર આવેલા દરવાજા વાટેથી કોઈ શખસ મકાનમાં પ્રવેશ્યો હતો. જ્યાં વિજયભાઈના માતા લલિતાબેન સુતા હતા તે રૂમમાંથી લાકડાનો કબાટ તોડી અંદરથી રૂપિયા ૪૫ હજારની રોકડ, ત્રણ તોલા વજનનો રૂપિયા દોઢ લાખની કિંમતનો એક સોનાનો હાર, પોણા લાખની દોઢ તોલા વજનનો સોનાનો ચેન, ₹15,000 ની કિંમતની ત્રણ ગ્રામ સોનાની એક વીટી, અડધા ગ્રામ સોનાનો દાણો, એક ગ્રામ વજનનું એક સોનાનું ઓમકાર, ચાંદીના સદરા, ચાંદીના 20 સિક્કા સહિત ₹2,67,500 ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હતા તેમજ નીચેના સ્ટોર રૂમમાં રહેલ કબાટ પણ ખુલ્લો જોવા મળ્યો હતો આ કબાટમાંથી રૂપિયા અઢી લાખ રોકડા હતા તે પણ તસ્કરો ચોરી કરી ગયા હતા. આમ વિજયભાઈ ના મકાનમાંથી ₹ 5,65,500ના મુદ્દામાલની ચોરી થવા પામી હતી આ ઉપરાંત વિજયભાઇના ઘરની બાજુમાં રહેતા લખમણભાઇ રૂડાભાઈ મકાનમાંથી તસ્કરો રૂપિયા 5500ની રોકડ ની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત લખમણભાઇની બાજુમાં રહેતા ચિરાગભાઈ પ્રફુલભાઈ કાનાણીના મકાનમાં તસ્કર ચોરી કરતો હતો ત્યારે તેઓની પત્ની જાગી જતા ઘરના ખુલ્લા દરવાજામાંથી નાસી ગયો હતો. જોકે તસ્કરે તેઓની પાકીટ માંથી રૂપિયા 2000ની ચોરી કરી ગયો હોવાનું સામે આવ્યું છે. આમ તારીખ 14 મીના રોજ રાત્રે એકસાથે ત્રણ મકાનમાંથી ચોરી થવા પામી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો