ખંભાળિયા: બે વર્ષ પૂર્વે વિધવા થયેલ યુવતીએ મૈત્રી કરાર કર્યો પણ અકસ્માત ભરખી ગયો

0
804

જામનગર: લાલપુર તાલુકાના ગોવાણા ગામે મોટર સાયકલ અક્સમાતમાં ખભાલીયાની યુવતીનું મૃત્યુ નીપજ્યું છે. વિધવા થયેલ યુવતીએ બે વર્ષ પૂર્વે જ મિત્ર સાથે મૈત્રી કરાર કર્યો હતો. આ જ મિત્ર સાથે મોટરસાયકલમાં બેસી ગોંડલમાં યોજાયેલ સગાઇ પ્રસંગમાં સહભાગી થવા જઈ રહ્યા હતા ત્યારે અક્સમાતનો ભોગ બનતા યુવતીનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાલીયા ખાતે પોલીસ હેડકવાટર પાછળ રહેતા વજકુવરબેન ઘેડીયાની ચાર પુત્રીઓ પૈકી સૌથી મોટી દીકરી હર્ષાબેનના પતી અરવિંદભાઈ ગોલા બે વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યા હતા. વિધવા થયેલ હર્ષાબેનએ ખંભાલીયામાં રહેતા પરીક્ષિતભાઈ ભટ્ટ સાથે મૈત્રી કરાર કર્યા હતા. ગત તા. ૨૬/૫/૨૦૨૪ના રોજ પરીક્ષિતભાઈ અને હર્ષાબેન ગોંડલ ખાતે સબંધી પરિવારમાં યોજાયેલ સગાઇ પ્રસંગમાં સહભાગી થવા પોતાના મોટરસાયકલ પર બેસી ગોંડલ જતા હતા. ત્યારે લાલપુર તાલુકાના  ગોવાણા ગામના પાટીયા પાસે એકાએક રોડ પર ખાડો આવતા પરીક્ષિતભાઈએ બાઈકને બ્રેક મારી હતી.  જેને લઈને મોટર સાયકલ સ્લીપ થઇ ગઈ હતી.

આ સમયે પાછળ બેસેલ પરીક્ષિતભાઈ અને હરષાબેન બાઈક પરથી ફંગોળાઈ ગયા હતા અને હર્ષાબેનને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હતી. દરમિયાન તેણીને ૧૦૮ મારફતે જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા વજકુવરબેન જામનગર જીજી હોસ્પિટલ પહોચ્યા હતા. પુત્રીનું મૃત્યુ થતા તેની સહીત પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવ અંગે યુવતીની માતાએ પરીક્ષિતભાઈ સામે ફેટલ અકસ્માત સબંધિત ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને લાલપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here