જામનગર: રીસામણે બેસેલ પત્નીએ પોલીસ સ્ટેશન બોલાવી પતિને ચોળી દીધા તમાચા

0
633

જામનગરમાં રણજીતસાગર રોડ પર રહેતા એક યુવાનની રીસામણે બેસેલ પત્નીએ ફોન કરી પોલીસ દફતરે બોલાવી, પત્ની સહિતના સાસરીયાઓ માર માર્યો  હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. આરોપી પત્નીને મહિલા પોલીસ દફતર બહાર જ પતિને તમાચા ચોડી દીધા હતા જયારે સસરા અને સાળાએ પણ યુવાનને લમધારી હાથ  સાફ કર્યો હોવાનું જાહેર થયું છે.

જામનગરમાં મહિલા પોલીસ દફતર બહાર જ ગઈ કાલે બપોરે આગ ઓકતા તાપ વચ્ચે આ ઘટના ઘટી હતી. જેમાં રણજીતસાગર રોડ, પટેલ પાર્ક શેરી નં.૧૨ ધર્મેશભાઇ લુહારના મકાનમાં આકાશભાઇ ચંદુભાઇ ધોકાઇ નામના યુવાનને તેની રીસામણે બેસેલ પત્ની દિપાલીએ ફોન કરી મહિલા પોલીસ દફતરે બોલાવ્યો હતો. પોલીસ દફતર આવેલ પતિ અને સામા પક્ષે પત્ની, સાળો અને સસરા પોલીસ કાર્યવાહી પતાવી જેવા બહાર આવ્યા ત્યાં જ પત્ની દિપાલીએ આકાશને તમાચા ચોડી દીધા હતા.

જયારે મનસુખભાઇ હરીયાણી (સસરા) તથા આશીષભાઇ (સાળો)એ મનસુખભાઇ હરીયાણી (સસરા) તથા નં.(૩)આશીષભાઇ (સાળો)એ પણ આકાશ સાથે ધોલધપાટ કરી હતી. એસપી કચેરી અને મહિલા પોલીસ દફતરની સામે જ ઘટેલી આ ઘટના અંગે યુવાને પત્ની અને સસરા તેમજ  સાળા સામે સીટી બી ડીવીજનમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પત્ની સાથે નહિ જામતા તેણીની જામનગરમાં જ રહેતા પિયરમાં રીસામણે બેસી હતી જેને લઈને તેણીએ પતિને મહિલા પોલીસ દફતરે બોલાવ્યો હતો. જ્યાં આ બનાવ બન્યો હોવાનું જાહેર કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here