જામનગર: કંપની સાથે ત્રણ સખ્સોની 6 લાખની છેતરપીંડી

0
655

જામનગરમાં ખાનગી કંપની સાથે ટ્રક ચાલક અને વે બ્રિજમાં નોકરી કરતા એક સખ્સે મળીને છ લાખની છેતરપીંડી આચરી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. બંને આરોપીઓએ ખોટો વજન દર્સાવી પહોચ રજુ કરી ૩૭ ટન સોડાનો જથ્થો બરોબર સગેવગે કરી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા છ મહિનામાં આ બંને સખ્સોએ છેતરપીંડી આચરી હોવાનું પોલીસમાં જાહેર થયું  છે.

જામનગર નજીક મોટી ખાવડી ગામે આવેલ ખાનગી કંપની સાથે છેતરપીંડી થવા પામી છે. તા.૨૨/૦૯/૨૦૨૧થી છ મહીના પહેલા અવાર-નવાર જીજે ૧૦ ટી એક્સ ૮૫૭૭ નંબરની ટ્રકના ચાલક અમિત કુમાર સિંઘ ઉર્ફે બંટી તથા આશુતોષ ભુજબલ વે-બ્રીઝ વાળા તથા કંપનીના અન્ય કોઇ કર્મચારીએ સાથે મળી પૂર્વયોજીત કાવતરૂ રચી, એકબીજાએ મિલાપીપણુ કરી, છેલ્લા છ માસ દરમ્યાન કોસ્તિક સોડાની નવ ટ્રીપ કરી હતી.

જે નવ ટ્રીપમાથી  ૮૦.૫ ટન જેટલા કોસ્ટીક સોડા જેમાથી ખરેખર કોસ્ટીક સોડા ૩૭.૮ ટન કિમત રૂ-૬,૮૧,૦૦૦/-નુ ટેન્કરમાથી પૂરેપૂરો ખાલી નહી કરી, અમુક વજન પરત લઇ જતા વે-બ્રીઝ ઓપરેટરએ પૂરો વજન દર્શાવી, કંપની સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરી કોસ્ટીક સોડા પોતાના અંગત ઉપયોગમા ઓળવી ગયા હોવાની વિગતો સામે આવી હતી જેને લઈને કંપનીના કર્મચારી મનોજભાઇ રામસ્વરૂપ ગુપ્તાએ ત્રણેય સામે મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here