વીજ કાપ મુકાશે તો બ્રાસ ઉદ્યોગ પર મરણતોલ પ્રહાર થશે: ઉદ્યોગકારો

0
509

રાજ્ય સરકારે ખેડૂતોને છ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો  છે. ખેડૂતોને પુરતી વીજળી મળી રહે એ માટે ઉધ્યોગોને અપાતા પુરવઠા પર કાપ મુકવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. જેને લઈને જામનગરના ઉદ્યોગકારો રોષે ભરાયા છે. સરકારના આ નિર્ણયનો વિરોધ કરી બ્રાસ ઉધ્યોગને આ મરણતોલ ફટકો પડશે તેવી ભીતિ સેવી છે.

બ્રાસ ઉધ્યોગને કારણે જામનગરે વૈશ્વિક ઓળખ ઉભી કરી છે. કોરોના કાળ બાદ ધમધમતા થયેલ આ ઉદ્યોગને યુક્રેઇન અને રસિયા યુદ્ધની માઠી અસર પડી છે. કાચા માલ અને નિકાસ બંધ થઇ જતા અનેક કારખાના હાલ બંધ છે ત્યારે સરકાર દ્વારા વીજ પુરવઠો કાપવાના કરેલ નિર્ણયને લઈને ઉદ્યોગકારોમાં નિરાશા છે. ખેડૂતોને છ કલાક વીજળી આપવાના નિર્ણયની  ઉદ્યોગકારોએ પ્રસંસા કરી છે,

પણ પાડાનાં વાકે પખાલીને ડામ જેવી નીતિ છોડી, ઉદ્યોગોના ભાગની વીજળી યથાવત રાખવાની માંગણી ફેક્ટરી ઓનર્સ એસોના પ્રમુખ લાખાભાઈ કેસવાલાએ કરી જો વીજ કાપ મુકાશે તો જામનગરમા નાના મોટા 9 હજાર જેટલા બ્રાસના કારખાના ઉધોગને પડ્યા પર પાટુ સમાન બનશે.. કાચા માલના ૬૦ થી ૧૦૦ ટકા સુધીના વધી ગયેલ ભાવનો માર બ્રાસ ઉદ્યોગને મારી રહ્યો છે ત્યારે સરકાર વીજ પુરવઠો કાપી વધુ ડામ દેતા હોવાનો ભરત દોમડીયાએ કરી સરકારે જીએસટી ઘટાડવાની માંગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here