જામનગર: અનૈતિક સબંધની આડમાં બે પ્રેમીઓએ મહિલાને કરી હત્યા

0
1101

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ફગાસ ગામે સીમ વિસ્તારમાં કરાયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ઉપલેટાના બે પ્રેમીઓએ ભેગા મળી મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની વિગતો સામે આવી છે. બે પુત્રો સહીત ત્રણ સંતાનની માતા એવી એક પુત્રીને સાસરે વળાવી ચૂકેલ પરિણીતાને દાયકામાં ત્રણ સખ્સો સાથે પ્રેમરૂપી અનૈતિક સબંધ બંધાયો હતો. આ પ્રેમ સબંધની આડમાં જ પરિણીતાને ઉઠાવી જઈ બે પ્રેમીઓએ ભેગા મળી તેણીની હત્યા નીપજાવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે બંને સખ્સોને ઉઠાવી લીધા છે.

અનૈતિક સંબંધની પરાકાષ્ટા રૂપી  કિસ્સો સામે આવ્યો છે. આમેય એક સાથે હોય એક બે સાથે હોય, સ્ત્રીને હોય કે પુરુષને હોય, આ સબંધનો અંત હમેશા દુખદાઈ અને ફના કરનારો જ હોય છે. એવો જ કિસ્સો સામે આવ્યો છે જામનગર જીલ્લાના કાલાવડ ખાતેથી, જેમાં રાજકોટ જીલ્લાના ઉપલેટા ખાતે સ્વામીનારાયણ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતી સબીનાબેન તૈયબ સમા નામની મહિલાનો મૃતદેહ કાલાવડ તાલુકાના ફગાસ ગામેથી મળી આવ્યો હતો. પીએમ રીપોર્ટમાં મહિલાની ગળેટુપો આપી હત્યા નીપજાવાઈ હોવાનું સામે આવ્યું હતું. અજ્ઞાત મહિલાની ઓળખ માટે પોલીસે વિવિધ માધ્યમોનો સહારો લીધો હતો. જેમાં છાપા છપાયેલ સમાચાર વાંચી ગોડલ પંથકમાં રહેતી મૃતકની પુત્રીએ કાલાવડ પોલીસનો સંપર્ક કર્યો હતો અને મૃતક પોતાની માતા હોવાની ઓળખ થવા પામી હતી.

હજુ ચાર માસ પૂર્વે જ ગોંડલ પંથકમાં પોતાના લગ્ન થયા હોવાનું યુવતીએ પોલીસને જણાવી મૃતક માતા વિષે જણાવ્યું હતું. પોતાના સહીત બે ભાઈઓ એમ ત્રણ સંતાનની માતાને દાયકામાં ત્રણ સખ્સો સાથે અનૈતિક સંબંધ બંધાયા હોવાનું તેણીએ જણાવ્યું હતું. મૃતક માતાને ઉપલેટાના ભીખાભાઇ મગનભાઇ કોળી અને કારૂભાઇ પ્રેમજીભાઇ કોળી રહે-તલંગાણા ગામ તા.ઉપલેટા જી.રાજકોટ તેમજ ચિરાગ પટેલ સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. જેની જાણ થતા પિતાએ કંકાસ કરી માતાને છુટાછેડા આપી દીધા હતા.

પુત્રીના લગ્ન કરી દીધા, બે પુત્રોને બહાર ભણવા મૂકી દીધા બાદ એકલી પડેલ મૃતકના ઘરે જઈ ભીખો અને કારું બંને હેરાન કરવા લાગ્યા જેથી મૃતકે સબંધ તોડી નાખવા કહેતા બંને સખ્સો મારી નાખવાની ધમકી આપી પરાણે સબંધ જાળવી રાખવા દબાણ કરતા હતા. હત્યાના અગાઉ માતાએ પુત્રીને વિડીઓ કોલ કરી તમામ હકીકત કહી હતી. પરંતુ બંને પ્રેમીની ચુન્ગાલમાંથી છટકી શકાય એમ નથી  અને પોતાના જાનનું જોખમ હોવાનું જણાવ્યું હતું. માતાની હત્યા તેના પ્રેમીઓએ કરી છે એવી પુત્રીની શંકાના આધારે પોલીસે ઉપલેટાથી ભીખા અને કારુંને ઉઠાવી લઇ પૂછપરછ કરી હતી. જેમાં બંને પોપટ બની ગયા હતા અને હત્યાની કબુલાત કરી હતી. ચાર દિવસ પૂર્વે ઉપલેટાથી કારમાં બેસાડી બંને સખ્સો ફગાસ ગામના સીમ વિસ્તારમાં લઇ આવી તેણીને ગળે ટુપો આપી હત્યા નીપજાવી પરત ચાલ્યા ગયા હોવાનું કબુલાત આપી હતી જેથી પોલીસે બંને સખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક વાત ચોક્કસ છે કે અનૈતિક સબંધનો અંત હમેશા કરુણ જ હોય છે સમાજમાં આવા કિસ્સા સામે આવ્યા છે અને હજુ આવતા જ રહેશે જો સમાજ સતર્ક નહી બને તો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here