જામનગર : લાખોની રોકડ-દાગીના સાથે પત્નીએ ઘર છોડ્યું, પતિ પોલીસના દ્વારે

0
2027

જામનગર અપડેટ્સ : જામનગર જિલ્લાના ઝાખર ગામે રહેતા એક ક્ષત્રિય યુવાનની પત્ની બે દિવસથી ઘરેથી ક્યાંક ચાલી ગઈ છે. રાત્રે ઘર છોડી ચાલી ગયેલ પરણિતા લાખોની રોકડ અને દાગીના સાથે ગુમ થઈ હોવાની ઘટના સામે આવી છે.

લાલપુર તાલુકાના ઝાખર ગામે રહેતા અને ખેતીકામ કરતા વિજયસિંહ જોરુભા જાડેજા ઉ.વ ૩૭ વાળાની પત્ની વિજ્યાબા ઉ.વ.૩૫ તા.૧૨/૦૭/૨૦૨૧ ના રોજ રાત્રીના ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા દરમ્યાન ઘરેથી કોઇને કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હોવાની ગુમ નોંધ મેઘપર પોલીસ દફતરમાં નોંધાવી છે. રાત્રે ઘર છોડી ચાલી ગયેલ પત્ની ઘરમાંથી રુપીયા આઠ લાખ તથા બૂટીયા તથા કાનની સરુ તથા પાટલા જે ત્રણ તોલાના તેમજ પગના સાકરા ચાદીના પણ સાથે લઈ ગઈ છે. આ ઉપરાંત કોર્ટ કરેલ રજીસ્ટ્રર લગ્ન મેરેજના અસલ કાગળો તથા તેમના ડોક્યુમેંટ પણ સાથે લઈ ગઈ છે.
શરીરે બાંધણી કલરની લાલ પીળા પટાવાળી સાડી તેમજ બ્લાઉસ લીલા કલરનુ તેમજ ચણીયો લાલ કલર નો પહેરેલ છે. કાળા લાંબા વાળ અને વાને ઘઉવર્ણી તથા કાળી આખો ધરાવતી યુવતી અંગે કોઈને સગડ સાંપડે તો નજીકના પોલીસ દફતર અથવા નજીકના પોલીસ દફતરમાં જાણ કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here