દ્વારકા : જગત મંદિરની બાવન ગજની ધ્વજાને વીજળીનું આલિંગન, દંડ તૂટ્યો..જુઓ વિડિઓ

0
2150

જામનગર અપડેટ્સ : વર્ષોથી આસ્થાનું પ્રતીક રહેલ દ્વારકા જગત મંદીરે વિશ્વ ભરના આસ્તિકો શીશ જુકાવવા આવે છે અને ધન્યતા અનુભવે છે. ત્યારે આજે જગત મંદિર પર ગજબની સંયોગ જોવા મળ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે બાવન ગજની જે ધ્વજા ફરકી રહી છે તેની પર વીજળીનું આલિંગન થયું હતું. જેના કારણે ધ્વજાજીને થોડું નુકશાન થયું હતું. જોકે મંદિરને કોઈ અસર થઈ ન હતી. વીજળીને અને ભગવાન શ્રી કૃષ્ણને શુ સબંધ છે આવો જાણીએ.

કેવો સંબંધ છે વીજળી અને ભગવાન શ્રી કૃષ્ણને ??

જેલવાસ વખતે સતીએ યશોદાના ગર્ભથી મહામાયાના રૂપમાં જન્મ લીધો હતો. વાસુદેવ નવજાત બાળ શ્રીકૃષ્ણને લઈ ગોકુળમાં લાઇ ગયા અને યશોદાજી પાસે છોડી ગયા, પરત ફરતી વખતે તેમની દીકરીને સાથે લઈ આવ્યા હતા. જેથી કૃષ્ણ જન્મ છુપાવી શકાય. જ્યારે કંસએ મહામાયા બાળકીને મારવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના હાથમાંથી છૂટી ગઈ અને વીજળી રુપે આકાશમાં સમાઈ ગઈ, આમ વીજળીના રુપે અલિપ્ત થયેલ મહામાયા ભગવાનની બહેન ગણાઈ છે.

શુ કહે છે એસડીએમ ?

આજે દ્વારકા ખાતે 55 મીમી વરસાદ પડ્યો,
બપોરે વરસાદ વચ્ચે જગત મંદિરની ટોચ પર લહેરાતી ધ્વજા પર વીજળી પડી હતી. જો કે ધ્વજાજીનો દંડ થોડો તૂટ્યો છે બાકી જગત મંદિરને કોઈ નુકશાની થઈ નથી એમ દ્વારકા એસડીએમ ભેટારિયાએ જણાવ્યું છે.

દ્વારકા : જગત મંદિરની બાવન ગજની ધ્વજાને વીજળીનું આલિંગન, દંડ તૂટ્યો..જુઓ વિડિઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here