વિટંબણા : ચણાને ટેકો નહી, પખવાડિયાથી ખરીદ પ્રક્રિયા બંધ

0
604

જામનગર અપડેટ્સ : સરકાર દ્વારા ટેકાના ભાવની ચણાની ખરીદી બંધ કરી દેવામાં આવી છે જેને લઇને જામનગર જિલ્લાના અનેક ખેડૂતો આ યોજનાથી વંચિત રહ્યા છે. ટૂંકાગાળામાં યોજનાને બંધ કરી દેવામાં આવતા ખેડૂતો ખુલા બજારમાં ચણા વેચવા મજબૂર બન્યા છે. જો કે ખુલા બજારમાં  ખુબ જ ઓછા ભાવ ઉપજતા હોવાથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઇ છે. સરકારે ટેકાના ભાવે ખરીદી કરી ન્યાય અપાવવો જોઇએ તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક પખવાડિયાથી ટેકાના ભાવે ચણાની ખરીદી બંધ કરવામાં આવી છે.

ચોમાસામાં વરસાદી વાતાવરણ વચ્ચે ખરીદ પ્રક્રિયા બંધ રાખવાની ફરજ પડતી હોવાનો તંત્રએ બચાવ કર્યો છે. હાલ જામનગર યાર્ડમાં દરરોજ અઢી થી ત્રણ ગુણી ચણાની આવક થઇ રહી છે. ગત ૨૭મી જુનથી ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. વરસાદી માહોલ વચ્ચે જણસી સંગ્રહ કરવા પર્યાપ્ત સુવીધા નથી. જો વરસાદ પડે અને ખરીદી કરી હોય તો ચણા ખુલ્લામાં પડ્યા રહે અને નાશ થઈ શકે, જેથી આ સંકટ નિવારવા હેતુ ખરીદી પ્રક્રિયા બંધ કરવામાં આવી હોવાનું યાર્ડના સુત્રોએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here