જામનગર અપડેટ્સ : મંગળવારે દ્વારકાના જગત મંદીર પર વીજળીનો સ્પર્શ થતા ધ્વજાજી અને દંડને તથા પાટલીને થોડી નુકશાની પહોંચી હતી. વીજળીના આલિંગનથી થયેલ ક્ષતિને કારણે આસ્થાની પ્રતીક ધ્વજાજી અર્ધી કાઠીએ ફરકાવવામાં આવી છે.
ગઈ કાલે બપોરે ભારે વરસાદ વચ્ચે ચાર ધામ પૈકીના એક એવા દ્વારિકાના દ્વારકાધીશ મંદિરના શિખર પર આકાશી વીજળી ખાબકી હતી. આ અલૌકિક ઘટનાનો વિડિયા સોશિયલ મિડીયામાં ખૂબ છવાયો હતો. વીજળીના આલિંગનથી
શિખર પરની ધ્વજા અને દંડને આંશિક નુકશાની થઈ હતી. આ ઉપરાંત ધ્વજા ચડાવવા માટેની પાટલીના બે ભાગને પણ નુકસાન પહોંચ્યું હતું. પાટલીને નુકસાન પહોંચ્યું હોવાથી સુરક્ષાને ધ્યાને લઇ આજે મંદિરના શિખર ધ્વજની જગ્યાએ અડધી કાઠીએ ધ્વજા ચડાવવામાં આવી હતી.
જાણો દ્વારકાધીશના મંદિરનો ઇતિહાસ…
ચારધામ તરીકે ઓળખાતી દ્વારિકા નગરી હિન્દુ ધર્મનું આસ્થાનું અનેરું પ્રતીક છે.
મથુરા છોડી ભગવાન યાદવો સાથે દ્વારિકા આવ્યા, કુશ સ્થલી નામે રાજધાની સ્થાપી રાજ્ય સ્થાપિત કર્યું,
પાંચ માળ ધરાવતા આ મંદિર ૭૨ થાંભલાઓ ઉપર રચાયેલું છે. આ મંદિરને જગત મંદિર, હરિ મંદિર અથવા નિજ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. મંદિરનું નિર્માણ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા બંધાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. ભગવાનના પૌત્ર દ્વારા બનાવવામાં આવેલ મૂળ મંદિર દ્વારકાધીશના મહેલની ઉપર બંધાવવામાં આવ્યું હતું. સુલતાન મહમદ બેગડા દ્વારા ઇસ.૧૪૭૨માં તોડી પાડવામાં આવ્યું હતું. પુરાતત્વીય તારણો સૂચવે છે કે તે ૨૦૦૦ – ૨૨૦૦ વર્ષ જૂનું છે. ચાલુક્ય શૈલીનું આ મંદિરની લંબાઇ ૨૯ મીટર અને પહોળાઇ ૨૩ મીટર છે જ્યારે ઉંચાઇ ૫૧.૮ મીટર છે.
ઇસ 800માં જગતગુરુ શંકરાચાર્ય દ્વારા મંદિરનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો હતો. ૧૫ મી-૧૬ મી સદીમાં મંદિરનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ઇસ દ્વારકાધીશ મંદિર એક પુષ્ટિમાર્ગ મંદિર છે. તેથી તે વલ્લભાચાર્ય અને વિઠ્ઠલેશનાથે બનાવેલ માર્ગદર્શિકા અને ધાર્મિક વિધિઓનું પાલન કરે છે.
સંદર્ભ : ગુજરાતની અસ્મિતા, વિકિપીડિયા
અડધી કાઢીએ ધ્વજાજી જુઓ વિડિઓ…