ભાટિયા : વરસતા વરસાદે બેડા માથે લઇ બાળાઓ નીકળી પડી સમર્થન માંગવા, પણ કેમ ?

0
1314

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા મુકામે KGBV કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ધોરણ 9,10,11,12 અચાનક બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીનીઓ અને વાલીઓ હેરાન પરેશાન છે.

રાજ્ય સરકારમાં ઉચ્ચ સ્તરે અનેક રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવતા, જિલ્લા શિક્ષણ અધિકારી, કલેક્ટરને રજુઆત કરવા આવી છતાં કોઈ પરીણામ ન આવ્યું. જેને લઈને વાલીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ગઈ કાલથી રોજ સવારે દસ થી ચાર વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ આંદોલન છેડવામાં આવ્યું છે.


પ્રતીક ઉપવાસના બીજા દિવસે દિકરીઓએ પાણીની હેલ માથા પર લઈ ભાટિયા ગ્રામ પંચાયત, વેપારીઓ, ગ્રામજનો સમક્ષ જઈ આંદોલનમાં સમર્થનમાં આપવા માંગણી કરી હતી. દિકરીઓએ ગ્રામજન સમક્ષ કહ્યું કે જો અમે આગળ અભ્યાસ નહિ કરી શકીએ તો અમારે આજીવન પાણી ભરવાનું થશે, ઘરકામ કરવાનું થશે. ગ્રામજનોને લેખિત પત્રિકા આપી સમર્થન માટે આહવાન કર્યું હતું સામે ગ્રામજનોએ પણ દિકરીઓને ખાત્રી આપી હતી. આજે ભાટિયા ગ્રામજનોએ સમર્થન જાહેર કર્યું છે. આવનારા દિવસોમાં જો સરકાર વિદ્યાર્થીનીઓના પ્રશ્ને હકારાત્મક નહિ વિચારે તો તાલુકાના તમામ ગામોનું સમર્થન મેળવવા, રાજકીય આગેવાનોનું સમર્થન મેળવવામાં આવશે, દિવસે દિવસે આંદોલન મજબૂત બનતું જશે જ્યાં સુધી હકારાત્મક પરિણામ નહિ આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવા વિદ્યાર્થીનીઓ અને વાલીઓ મક્કમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here