જામનગર: હાલારના દરિયા કિનારે ‘અફઘાની ડ્રગ્સ’ કોણ ફેકી ગયું ? એક સપ્તાહમાં ૬૨ કરોડનું ડ્રગ્સ રેઢું મળ્યું

0
540

જામનગર: અરબી સમુદ્રના કિનારે ઓખા મંડળના પટ્ટા પરથી છેલ્લા એક સપ્તાહમાં લગભગ ૬૨ કરોડનું ડ્રગ્સ સાંપડ્યું છે. યુવાધનને બરબાદ કરતા આ રેકેટ પાછળ પાડોશી પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓનો હાથ છે કે પછી અફઘાનિસ્તાન ડ્રગ્સ પાછળ લોકલ માફિયા સક્રિય થયા છે ? એ તપાસનો વિષય છે. ગઈ કાલે ચંદ્રભાગા, વાંછું અને ગોરીજાં ગામના દરિયા કિનારે થી બાચકાઓમાંથી અફઘાની ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. હજુ પણ આ જ દરિયાઈ પટ્ટીના ગામડાઓના કિનારેથી વધુ જથ્થો મળી આવવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. પોલીસે દરિયાઈ પટ્ટીના ગામડાઓ સુધી પહોચી નાગરિકોને જાગૃત કરી આવી સંકાસ્પદ વસ્તીઓ દેખાય તો તુરંત પોલીસને અવગત કરવા કહેવાયું છે.

દેવભૂમિ  દ્વારકા જીલ્લાના દરિયા કિનારો  ડ્રગ્સ પેડલર બની રહ્યો હોય તેમ દિવસેને દિવસે જુદી જુદી દરિયાઈ પટી પરથી ડ્રગ્સના પેકેટ મળી રહ્યા છે. બે દિવસ પૂર્વે તા ૧૫/૦૬/૨૦૨૪ ના રોજ દ્રારકા પોલીસ સ્ટાફ તથા એસ.આર.ડી સભ્યોની ટીમો દ્વારકા પોસ્ટે વિસ્તારના દરીયાકીનારા વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ચંદ્રભાગા વિસ્તાર દરીયાકીનારેથી માદક પદાર્થ ચરસના પેકટ નંગ ૯ (નવ) જેમાં ૦૯.૩૮૩ કીલો ચરસ ૦૪,૯૯,૧૫૦૦૦/- (ચાર કરોડ નવાણુ લાખ પંદર હજાર) નુ બીનવારસુ હાલતમાં મળી આવેલ તેમજ વાચ્છુ ગામ દરીયાકીનારેથી માદક પદાર્થ ચરસ નુ પેકટ નંગ ૨૯ (ઓગત્રીસ) જેમા ૩૧.૦૬૬ કીલો ચરસ ૧૫,૫૩,૩૦,૦૦૦/- (પંદર કરોડ ત્રેપ્પન લાખ ત્રીસ હજાર) નુ બીનવારસુ હાલતમાં મળી આવ્યું છે.

આ ઉપરાંત ગોરીજા ગામ દરીયાકીનારેથી માદક પદાર્થ ચરસ નુ પેકટ નંગ ૨૬ (છવીસ) જેમા ૨૭.૬૭૮ કીલો ચરસ ૧૩,૮૩,૯૦૦૦૦ (તેર કરોડ ત્યાશી લાખ નેવુ હજાર) નુ બીનવારસુ હાલતમાં મળી આવેલ આમ ઉપરોકત ગુન્હાની તપાસ દરમ્યાન માદક પદાર્થ ચરસ ના વધુ ૬૪ (ચોસઠ) પેકટ જેનુ વજન ૬૮.૭૨૭ કીલો કી રૂ  ૩૪,૩૬,૩૫૦૦૦/- (ચોત્રીસ કરોડ છત્રીસ લાખ પાંત્રીસ હજાર) નુ મળી આવ્યું છે.

અગાઉ પણ દ્રારકા પોલીસ સ્ટેશનના વરવાળા દરીયાકીનારેથી માદક પદાર્થ ચરસ ૩૨.૦૫૩ કીલો કીમત રૂપીયા ૧૬,૦૨,૬૫૦૦૦/- (સોળ કરોડ બે લાખ પાંસઠ હજાર) તથા મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાથી માદક પદાર્થ ચરસ ના ૨૧ (એકવીસ) પેકટ જેનુ વજન ૨૨.૯૪૮ ગ્રામ કી રૂ ૧૧,૪૭,૩૫૦૦૦/- (અગીયાર કરોડ સુળતાલીસ લાખ પાંત્રીસ હજાર) નો મુદામાલ બીનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. આમ છેલ્લા એક સપ્તાહમાં દરીયાકીનારા વિસ્તારમાથી માદક પદાર્થ ચરસ ના કુલ પેકેટ ૧૧૫ જેનુ વજન ૧૨૩.૭૨૮ કીલો જેની કુલ કીંમત ૬૧,૮૬,૩૫૦૦૦ (એકસઠ કરોડ છીયાસીલાખ પાંત્રીસ હજાર)નો માદક જથ્થો મળી આવ્યો છે.

અરબી સમુદ્રમાં ભારતીય સુરક્ષા એજન્સીઓની હાજરી અને પકડાઈ જવાની બીકે અફઘાનિસ્તાનની બનાવટનો આ જથ્થો દરિયાઈ માર્ગે સપ્લાય કરવામાં આવે તે પૂર્વે મધ દરિયે જ સપ્લાયરો દ્વારા ફેકી દેવામાં આવ્યો  હોવાની આશંકા સેવાઈ રહી છે. જે તણાઈને હવે કિનારા સુધી પહોચ્યો હોય એમ પોલીસ માની રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here