જામનગર: ગાજયા મેઘ વરસ્યા નહીં, રાત્રે ક્યાં કેટલો વરસાદ? 

0
539

જામનગર શહેર સહિત જિલ્લાભરમાં આખો દિવસ ઉકળાટ રહ્યા બાદ ગત મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું હતુ. ભાદરવો ભરપુર વર્ષે એવી આશાએ બેઠેલા જિલ્લાવાસીઓ ફરી વખત નિરાશ થયા હતા. વીજળી અને ભારે પવન સાથે શરૂ થયેલ મેઘરાજા હેલીનું સ્વરૂપ ધારણ કરે તે પૂર્વે જ વિદાયમાં થયા હતા. ગત રાત્રે સૌથી વધુ જામનગર શહેરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જોડીયા ધોર અને જામજોધપુરમાં અડધો અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે ગઈકાલે દિવસ દરમિયાન જીલ્લાવાસીઓએ ભારે ગરમીનો સામનો કર્યો હતો. બીજી તરફ હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. જોકે દિવસ પર જિલ્લામાં ક્યાંય વરસાદ નોંધાયો ન હતો. પરંતુ મોડી રાત્રે આભ ગોરમભાયું હતુ અને વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું હતું. રાત્રે 10:30 વાગ્યે જામનગર શહેરમાં ભારે પવનો સાથે મેઘરાજાનું આગમન થયું હતું. 15-20 મિનિટ સુધી મેઘરાજાએ સટસટી બોલાવી હતી જેના કારણે શહેરના નેચાણા વિસ્તારો વધુ એક વખત પાણી-પાણી થઈ ગયા હતા. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં નોંધાયેલા આંકડા મુજબ શહેરમાં 20 મિમી એટલે કે એકંદરે એક ઇંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે જિલ્લાના જોડિયા અને ધ્રોલ તાલુકા મથકે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે કાલાવડ જામજોધપુર અને લાલપુર પથકમાં ઝાપટા પડ્યા હતા. ભાદરવો ભરપુર વરસ છે એવી બંધાયેલી આશા ઠગારી નીવડી હતી. અને મેઘરાજાએ વિરામ લઈ લીધો હતો. જોકે જિલ્લા વાસીઓને અસહ્ય ઉકલાટમાંથી મુક્તિ મળી છે. આજે પણ સમગ્ર દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને વધુ એક વખત જિલ્લાવાસીઓમાં આશાભરી મીટ મંડાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here