દ્વારકા: જિલ્લાનો આ ડેમ ઓવરફ્લો, બે જિલ્લાના 14 ગામ એલર્ટ

0
823

દેવભૂમિ દ્વારકા જિલ્લાનો વધુ એક ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ભાણવડ નજીક આવેલ વર્તુ-બે ડેમ મોડી  રાત્રે 1:30 વાગ્યે ઓવર ફ્લો થયો હતો જેથી તંત્ર તરફથી બે દરવાજા એક ફૂટના અંતરે ખોલવામાં આવ્યા છે. જેને લઈને દ્વારકા-પોરબંદર જિલ્લાના 14 ગામડાઓને સચેત કરવામાં આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે દિવસ દરમિયાન છૂટો છવાયો વરસાદ પડ્યો હતો કે મોડી રાત્રે ભાણવડ અને પોરબંદર પથકમાં પડેલા ભારે વરસાદના કારણે વર્તુ-બે ડેમમાં પાણીની વ્યાપક આવક થઈ હતી. જેને લઈને રાત્રે દોઢેક વાગ્યે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. ૩૯. મીટરની ફૂલ સપાટી વાળા આ ડેમના 32 માંથી બે દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા. જેના કારણે ડેમ નીચેના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા. ડેમની બે દરવાજા એક ફૂટ અંતરેથી ખોલવામાં આવતા ભાણવડ તાલુકાના નીચેવાળા વિસ્તારમાં આવતા જાજેરા, રાણપરડા તથા કલ્યાણપુર તાલુકાના ગોરાણા, હર્ષદ, રાવલ અને ગાંધવી અને પોરબંદર જિલ્લાના ઈશ્વરીયા, ભોમીયાવદર, પારાવાડા, સોઢાણા, ફટાણા, મોરાણા, મિયાણી અને શિંગડા સહિત બંને જિલ્લાના 14 ગામોને સચેત કરવામાં આવ્યા છે. ડેમની વહેણમાં આવતા વિસ્તારમાં આજુબાજુ ન જવા તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે.  જોકે જિલ્લામાં ગઈકાલે દિવસ દરમિયાન દ્વારકામાં 4 એમએમ કલ્યાણપુરમાં 9 mm ખંભાળિયામાં છ એમએમ અને ભાણવડ તાલુકા મથકે 14 એમએમ વરસાદ નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here